અમુક રુટ્સ પર 25% કાપ મુકાઈ ચૂક્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
વંદે ભારત ટ્રેનના હજુ કેટલાક પસંદગીના રુટ્સનું ભાડું 10% ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં જ રેલવેએ તમામ ટ્રેનોના એસી ચેર અને એક્ઝિક્યુટિવ ભાડાંમાં 25% સુધી ઘટાડો કર્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર હવે કોઈ પણ વંદે ભારત ટ્રેન અડધી પણ બુક નથી થતી. એટલે હવે તેનાં ભાડાંમાં 10% સુધીના ઘટાડાની કેટલી શક્યતા છે તે ચકાસાઈ રહ્યું છે. રેલવેની ઝોનલ ટીમ જુદા જુદા સ્તરે આ ટ્રેનનું ભાડું ઘટાડવાના પ્રસ્તાવ પર કામ કરી રહી છે.
- Advertisement -
રેલવે બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2024 સુધી સ્લીપર ક્લાસ ધરાવતી વંદે ભારત ટ્રેનો પણ દોડવા લાગશે. રેલવેનું માનવું છે કે જો હાલની વંદે ભારત ટ્રેનો 80% સુધી બુક થવા લાગશે તો જ મુસાફરો સ્લીપર કોચને મહત્ત્વ અપાશે તો 25% ભાડું ઘટાડાયા પછી હવે ફરી 10% ભાડું કેમ ઘટાડાઈ રહ્યું છે? આ સવાલ અંગે રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે રેલવેમાં ખાલી સીટ જાય તેના કરતાં પ્રવાસીઓને ઓછાં ભાડાંમાં મુસાફરીની તક આપવી વધુ યોગ્ય નિર્ણય છે.