આર્ટિફિશિયલ સ્વીટનર્સથી ટાઈપ-2 ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર થવાના જોખમો: આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ, ઠંડાપીણાં, ચોકલેટમાં કૃત્રિમ મીઠાશનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ડબલ્યુએચઓ
ઠંડા પીણા સહિત ડાઈટ ડ્રીંક, ચ્યુઈંગમ, ટુથપેસ્ટ, આઈસ્ક્રીમ વગેરેમાં મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનટ એસ્પાર્ટેમથી કેન્સર સહિત હાર્ટએટેક, ડાયાબીટીસ વગેરે રોગોનો ખતરો છે તેવી ચેતવણી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી છે. લોકલ સર્કલ સંગઠન દ્વારા હાલમાં જ થયેલા એક સર્વેક્ષણમાં આવેલા પરિણામો ચિંતાજનક છે.
- Advertisement -
સર્વેથી બહાર આવ્યું છે કે, દેશના શહેરી વિસ્તારમાં રહેતા 38 ટકા લોકો દર મહિને કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરે છે. એસ્પાર્ટમ કે જેનો ખાંડના વિકલ્પમાં ઉપયોગ થાય છે કે ગ્લુકોઝથી 200 ગણુ વધુ મીઠુ હોય છે. તેનો ઉપયોગ ડાયેટ ડ્રીંક, ચ્યુઈંગમ, ટુથપેસ્ટ, આઈસ્ક્રીમ વગેરેમાં કરવામાં આવે છે.
એફએચએસએઆઈ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા બીજી પાંચ કૃત્રિમ સ્વીટનર્સ (મીઠાશ)ને મંજુરી આપી છે. તેમાં સેકરીન સોડિયમ, એસ્પોર્ટમ, એસેસલ્ફેમ પોટેશિયમ, સુક્રેલોસ, નિયોટેમ અને આઈસો મેલ્ટુલોસનો સમાવેશ થાય છે.
આ સર્વેમાં 23000 જેટલા લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો. જેમાં 4310 લોકોએ જણાવ્યું હતું કે, આ સ્વીટનર્સમાંથી વધુમાં વધુ એક સ્વીટનરનો ઉપયોગ કરે છે. ડબલ્યુએચઓ- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મે 2023માં ચેતવણી આપી હતી કે કૃત્રિમ મીઠાશ અને તેના ઉત્પાદનો વજન ઘટાડવા માટે ઉપયોગ નથી, પરંતુ આ પ્રકારની કૃત્રિમ મીઠાશના સેવનથી 2 ટાઈપ ડાયાબીટીસ અને હૃદય સંબંધી રોગો થવાનું વધુ જોખમ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આજે પાર્ટીઓમાં જમણવારોમાં સ્વીટ વાનગીઓનું ચલણ વધતું જાય છે. સ્વીટ ડ્રીંકસ, આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક વગેરે ઉજવણીમાં સામાન્ય થઈ ગયા છે. આવા ખાદ્ય પદાર્થોમાં મોટેભાગે કૃત્રિમ મીઠાશ ઉમેરાતી હોય છે. જેના કારણે ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર જેવા રોગો નાની ઉંમરે લાગુ પડવા માંડયા છે.