મનિષ મલ્હોત્રા આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે કારકિર્દી શરૂ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
બોલીવૂડની પીઢ અભિનેત્રી મીના કુમારીના જીવન પર પણ ફિલ્મ બની રહી છે. બોલીવૂડના જાણીતા કોશ્ર્ચ્યુમ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા આ ફિલ્મનું દિગ્દર્શન કરીને દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. મીનાકુમારીની ભૂમિકા ભજવવા માટે કૃતિ સેનનની પસંદગી કરવામાં આવી છે. જોકે હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. જેના પછી િ ફલ્મનું શૂટિંગ શરૂૂ થાય તેવી શક્યતા છે.
- Advertisement -
મીના કુમારીની જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા. કેટલાય અભિનેતાઓ સાથે તેનું નામ સંકળાયેલું હતું. અનેક ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા બાદ ’પાકિઝા’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ નાની વયે તેનું અવસાન થયું હતું. મીનાકુમારીની બાયોપિકમાં તે જમાનાના અન્ય કલાકારોની પણ ભૂમિકા હશે. તે માટે કોણ કોણ પસંદ થાય છે તેની રાહ જોવાઈ રહી છે.