તા.19 જુલાઈ સુધી ફોર્મનું વિતરણ થશે, અત્યાર સુધીમાં માત્ર 228 ફોર્મ જ આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.05/09/2023 થી તા.09/09/2023 દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળો 2023માં ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટે હાલ ચોમાસાની સીઝન હોય બહારગામના આસામી ફોર્મ જમા કરાવવાથી વંચિત રહી જવા પામેલ હોય ત્રણ દિવસની મુદતનો વધારો કરવામાં આવેલ છે.
- Advertisement -
જેથી આવતીકાલથી તા.19/07/2023 બુધવાર સમય 11:00 થી 4:00 કલાક સુધી જાહેર રજા સિવાય ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ,શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતે ફોર્મ વિતરણ તથા સ્વીકારવા તેમજ નાયબ કલેકટર કચેરી, રાજકોટ શહેર-1, જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતે લોકમેળાના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. જેમાં તમામ કેટેગરીના અરજદારો ફોર્મ ભરી શકશે જેની સૌને નોંધ લેવા અધ્યક્ષ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ શહેર-1ની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
પ્રથમ તબક્કે મેળામાં સ્ટોલ અને રાઈડ માટે 355 પ્લોટ નક્કી કરીને તેમાં ધધાર્થીને સ્થાન આપવા માટે ફોર્મ બહાર પાડ્યા છે જેનો આજે છેલ્લો દિવસ હતો. જોકે ગુરુવાર સુધીમાં 228 જ અરજી આવી હતી. જેથી ત્રણ દિવસ વધારવામાં આવ્યા છે.