તેલુગું સુપરસ્ટાર મહેશ બાબૂ અને બોલિવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરની 11 વર્ષની દીકરી સિતારા સૌથી નાની ઉંમરમાં કરોડપતિ બની છે.
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબૂ અને બોલિવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરની 11 વર્ષની દીકરી સિતારા કરોડપતિ બની છે અને તેની તસવીર દુનિયાના પ્રખ્યાત અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરમાં લાગી છે.
- Advertisement -
સિતારાએ પીએમજે સાથે ડિલ સાઈન કરી
સિતારાએ જ્યારથી પીએમજે સાથે ડિલ સાઈન કરી ત્યારથી તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે. સિતારા ફક્ત જાહેરખબરમાં દેખાતી નથી પરંતુ તે સાથે સાથે બ્રાન્ડ એમ્બેસેડર પણ બની ગઈ છે. આટલી નાની ઉંમરે આટલું મોટું બહુમાન મેળવનાર સિતારા કદાચ એકલી છે. પરંતુ દરેકના મનમાં સવાલ છે કે આ બ્રાન્ડની જાહેરખબર કરવામાં તેને કેટલી ફી મળી, આંકડો તો જાહેર કરાયો નથી પરંતુ કહેવાય છે કે તેને જે ફી મળી છે તે કોઈ મોટી હિરાઈનની ફી કરતાં પણ વધારે છે.
Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy
— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023
- Advertisement -
11 વર્ષની સિતારા મોડલ અને જ્વેલરી બ્રાન્ડનો ચહેરો
11 વર્ષની સિતારા પહેલાથી જ મોડલ છે અને એક જ્વેલરી બ્રાન્ડનો ચહેરો છે. આ બ્રાન્ડે 4 જુલાઇના રોજ પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર સ્ટાર કિડના ચિત્રો દર્શાવતી તેની જાહેરાત મૂકી હતી.
સિતારા પહેલાથી જ ઇન્ટરનેટ પર લોકપ્રિય
સિતારા પહેલાથી જ ઇન્ટરનેટ પર લોકપ્રિય છે. તેણે અને તેના મિત્ર આધ્યા (વામશી પેડિપલ્લીની પુત્રી)એ આદ્ય એન્ડ સિતારા નામની એક યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી, જે લગભગ 2.8 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે તરત જ હિટ બની હતી. જોકે, હાલમાં જ બંનેએ અગમ્ય કારણોસર વીડિયો બનાવવાનું બંધ કરી દીધું છે. લાગે છે કે સિતારા હવે મોડેલિંગમાં છે.
View this post on Instagram
મહેશ બાબુએ પુત્રી વિશે શું લખ્યું
બિલબોર્ડની તસવીર શેર કરતાં મહેશ બાબુએ લખ્યું કે ટાઈમ્સ સ્ક્વેર રોશનમય થઈ ઉઠ્યો. મારા ફાયર ક્રેકર (પુત્રી વિશે) તમારા પર ગર્વ છે. ચમકવાનું અને પ્રકાશવાનું ચાલું રાખો.