– સેક્શન એન્જિનિયર અને ટેકનિશિયન સામે કેસ નોંધ્યો
સીબીઆઈએ ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. સીબીઆઈએ સીઆરપીસીની કલમ 304 અને 201 હેઠળ વરિષ્ઠ સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી હતી. 2 જૂન 2023 ના રોજ ઓડિશામાં માલસામાન ટ્રેન 12841 કોરોમંડલ એક્સપ્રેસ અને 12864 બેંગલુરુ-હાવડા એસએફ એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો અથડાઈ હતી.
- Advertisement -
ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટના પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દુર્ઘટનાના પગલે ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ સીઆરપીસીની કલમ 304 અને 201 હેઠળ સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી હતી.
આ અકસ્માતમાં 280 લોકોએ જીવ ગુમાવ્યા હતા
ઓડિશામાં 2 જૂન 2023ના રોજ માલસામાન ટ્રેન, 12841 કોરોમંડલ એક્સપ્રેસ અને 12864 બેંગલુરુ-હાવડા એસએફ એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો અથડાઈ હતી. આ ઘટનામાં 280 લોકોના મોત થયા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા છે.
- Advertisement -
રેલ્વેએ મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખ (₹1,000,000), ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ₹2 લાખ (₹200,000) અને ઈજાગ્રસ્તોને ₹50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, PMNRF તરફથી ₹2 લાખ (₹200,000) મૃતકોના પરિવારોને અને ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.