દિલ્હી હાઈકોર્ટે દારુ કૌભાંડમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને જામીન પર છોડી મૂકવાનો ઈન્કાર કરી દીધો છે.
દિલ્હી હાઇકોર્ટે દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાને રાહત આપવાનો ઈનકાર કરી દેતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે.
જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ સિસોદિયા ઉપરાંત ઉદ્યોગપતિ અભિષેક બોઇનપલ્લી, બેનોય બાબુ અને વિજય નાયર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની બેચ પર પણ આ આદેશ આપ્યો હતો. કોર્ટે તેમની અરજી પણ ફગાવી દીધી છે. આ બધા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં સહ-આરોપી છે. હાઈકોર્ટે કહ્યું કે જો જામીન આપવામાં આવે તો સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવના નકારી શકાય નહીં.
- Advertisement -
દારુ કૌભાંડમાં શું- શું બન્યું
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે 17 નવેમ્બર, 2021 ના રોજ નવી આબકારી નીતિ લાગુ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022 ના અંતમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. સિસોદિયાને સૌ પ્રથમ 26 ફેબ્રુઆરીએ સીબીઆઈએ આ કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી અને ત્યારથી તે કસ્ટડીમાં છે. હાઈકોર્ટે 30 મેના રોજ સીબીઆઈ કેસમાં તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઇડી દ્વારા 9 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. હાઈકોર્ટે 2 જૂને સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સિસોદિયાએ મલ્ટીપલ સ્ક્લેરોસિસથી પીડિત તેમની પત્નીની કથળતી તબિયત સહિત વિવિધ આધારો પર જામીન માંગ્યા હતા. જો કે ઈડીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની જામીન અરજીનો વિરોધ કર્યો છે.
Delhi High Court dismissed the bail petition of Delhi Former Deputy CM Manish Sisodia in Enforcement Directorate (ED) case related to the Delhi Excise Policy matter.
— ANI (@ANI) July 3, 2023
- Advertisement -
દારૂના વેપારી સમીર મહેન્દ્રૂને સુપ્રીમની રાહત
સુપ્રીમ કોર્ટે સોમવારે દારૂ કૌભાંડ સાથે સંબંધિત અન્ય એક મની લોન્ડરિંગ કેસમાં દારૂના વેપારી સમીર મહેન્દ્રૂને આપવામાં આવેલા છ અઠવાડિયાના વચગાળાના જામીનને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.