સર્જકોએ સ્પષ્ટતા કરવી પડી હતી કે, શ્રીવલ્લીનું પાત્ર મૃત્યુ નહીં પામે
ખાસ-ખબર સંવાદદાતા
ફિલ્મ ’પુષ્પા, ધી રાઈઝ’ની શ્રીવલ્લી તરીકે નેશનલ ક્રશનું બિરુદ મેળવનારી રશ્ર્મિકા મંદાનાએ આ ફિલ્મના બીજા ભાગ ’પુષ્પા, ધી રુલ્સ’ માટે શૂટિંગ શરુ કરી દીધું છે. રશ્મિકાએ ફિલ્મના સેટ પરથી ફોટા શેર કરતાં તેના ચાહકો આનંદવિભોર બની ગયા હતા. ’પુષ્પા ,ધી રુલ’ આગામી વર્ષે રીલીઝ થવાની છે. અગાઉ , અલ્લુ અર્જુન સહિતના કલાકારો શૂટિંગનું એક શિડયૂલ પૂર્ણ કરી ચૂક્યા છે.
- Advertisement -
જોકે, દિગ્દર્શક સુકુમારને કેટલુંક શૂટિંગ પસંદ પડયું ન હોવાથી તેણે રીશૂટ કરાવ્યું હતું. ફિલ્મ હવે આગામી વર્ષે રીલીઝ થઈ શકે છે. આ પહેલાં એવી અફવા ફેલાઈ હતી કે બીજા ભાગમાં શ્રીવલ્લીનું પાત્ર મૃત્યુ પામવાનું છે. આ અફવાથી ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર તડાપીટ બોલાવીને આવું કાંઈ બીજા ભાગમાં હશે તો થિયેટરોમાં ધમાલ મચાવવાની ચિમકી આપી હતી.
આખરે સર્જકોએ સ્પષ્ટતા કરવી પડી હતી કે શ્રીવલ્લીનું પાત્ર મૃત્યુ પામવાનું નથી. ’પુષ્પા, ધી રાઈઝ’ના પહેલા ભાગથી હિન્દી બેલ્ટના દર્શકોમાં પણ ભારે લોકપ્રિય બની ચૂકેલી રશ્મિકા એ પછી બોલીવૂડમાં અનેક ફિલ્મો સાઈન કરી ચૂકી છે.