યુપીએમાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી ડાબેરીઓએ નવા નામનો પ્રસ્તાવ કર્યો: લોકશાહી બચાવવાનો સંદેશ, જો કે કોંગ્રેસ હજું સંમત નથી
ખાસ-ખબર સંવાદદાતા
દેશના નવ વિપક્ષની પટણા બેઠક બાદ હવે અગાઉના યુપીએની સતત બે ચૂંટણીની નિષ્ફળતાને ભુલી હોય આ પક્ષો નવા મોરચા સાથે એક થઈને ચુંટણી લડી શકે છે અને સમગ્ર મોરચો દેશમાં લોકશાહી બચાવવા માટે રચાયો છે તેની ‘છાપ’ ઉભી કરવા તથા ભાજપ જે રીતે વિપક્ષોને દેશભક્તિ સામે પ્રશ્ન ઉઠાવીને રાજકીય હેતુ સિદ્ધ કરવા પ્રયાસ કરે છે તેના બન્નેના મુકાબલો કરવા નવા મોરચાનું નામ પીડીએ એટલે કે પેટ્રીયોટીક ડેમોક્રેટીક એલાયન્સ નામ આપવા તૈયારી છે.
- Advertisement -
યુપીએનું નેતૃત્વ કોંગ્રેસ પક્ષે કર્યુ હતું અને હવે નવા મોરચામાં નેતૃત્વનો મુદો મહત્વનો છે પણ હવે તેમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને ‘સંયોજક’ બનાવીને સંયુક્ત ચહેરા સાથે ચુંટણી લડવામાં આવે તેવી ધારણા છે. વિપક્ષે હવે સિમલામાં ફરી મળવા અને મીનીમમ કોમન પ્રોગ્રામ પણ ઘડી કાઢશે. જો કે કોંગ્રેસ પક્ષે આ ‘નામ’ ફાઈનલ હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે કદાચ આ ડાબેરીઓની કલ્પના હોઈ શકે છે. જો કે રાજદ અને જનતાદળ (યુ)ના સૂત્રોએ સ્વીકાર્યુ કે નામનો પ્રસ્તાવ આવ્યો છે અને હવે સિમલા બેઠકમાં તે ફાઈનલ થશે. હવે યુપીએ પરત આવશે કે આ નવું નામ આવશે તે અંગે હજું પ્રશ્ર્ન યથાવત છે.
ઔવેસીને ના બોલાવાયા
વિપક્ષી એકમની બેઠકમાં એમ.આઈ.એમ.ના વડા તથા મુસ્લીમ નેતા અસદુદીન ઔવેસીને આમંત્રણ નહી બોલાવવાના પ્રશ્ર્ન પર પણ હવે ચર્ચા સર્જાઈ છે. ઔવેસીએ જો કે તેના પર કોઈ જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો પણ જણાવ્યું કે જે કઈ એજન્ડા અને તે ભાજપને હરાવવાનો હોવો જોઈએ.