-શરાબ સહિતના બંધાણોનો શિકાર બને છે: ખુદની પ્રાઈવસી પણ છીનવાઈ જાય છે
આગામી એક દશકો આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો હશે અને ત્યારબાદ વિશ્ર્વમાં માનવનું અસ્તિત્વ કેટલું હશે તે પણ પ્રશ્ર્ન પૂછાઈ રહ્યો છે. વાસ્તવમાં લાંબા સમયથી આપણે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરીએ છીએ અને જાણ્યે-અજાણ્યે તેના ગુલામ પણ બની ગયા છીએ તથા નવા નવા અભ્યાસમાં આ ટેકનોલોજી માનવીને વર્ચ્યુઅલ દુનિયામાં તો લઈ જ જાય છે પરંતુ વાસ્તવિક દુનિયાથી તેને અલગ કરી દે છે તે પણ નિશ્ર્ચિત થવા લાગ્યું છે.
- Advertisement -
હાલમાં જ અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જણાયું કે, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ વ્યક્તિને દુનિયાથી દુર કરી દે છે અને ખુદને તે એકલો અનુભવે છે. ચાર દેશોના 166 લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો. વાસ્તવમાં એક વખત આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ પુરી રીતે આપણી આસપાસ આવી જાય તો પછી તમારી સ્વતંત્રતા પણ ખતરામાં આવી જશે તે નિશ્ચિત છે. આજે આપણે સ્માર્ટફોનના એડીકટ થઈ ગયા છે તે ગુલામીની પ્રથમ નિશાની છે. તમે જે બોલો છે તે સ્માર્ટફોનનું માઈક્રોફોન ઝડપી લે છે અને તમારા કોલની તમામ ડીટેઈલ પણ મેળવે છે. એટલું જ નહી તમારા ફોનના તમામ કોમ્યુનીકેશન પછી તે ઈમેઈલ હોય કે એસએમએસ હોય તેને પણ સમજે છે.
આ તમામ તમે અનુભવી પણ શકો છો જયારે તમે કોઈ સોશ્યલ મીડીયા પર સર્ફીંગ કરતા હો તો તમે જે શોધતા હોવ છો તે તમારી સામે આવી જાય છે. પરંતુ જે નવો અભ્યાસ કહે છે કે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની સાથે કામ કરનાર વાસ્તવિક દુનિયામાં અલગ અલગ પડી જાય છે તેને રાત્રીના ઉંઘ પણ આવતી નથી અને દિવસભરમાં તે કોઈને કોઈ બંધાણનો શિકાર બને છે. અમેરિકામાં તે માટે શરાબનું દ્રષ્ટાંત દેવાયું છે કે એઆઈ લેબમાં કામ કરતા લોકો દિવસમાં કમ સે કમ એક વખત તો શરાબ પીવા જ લાગ્યા હતા. જર્નલ ઓફ એપ્લાઈડ સાયકોલોજીમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે.
અમેરિકાની જયોર્જીયા યુનિ. દ્વારા અમેરિકા ઉપરાંત તાઈવાન, ઈન્ડોનેશિયા અને મલેશિયાના લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે લોકો પોતાની ઓફિસમાં કે કામકાજમાં એઆઈનો ઉપયોગ કરે છે અને તેમની ત્રણ સપ્તાહ બાદ પ્રતિક્રિયા નોંધવામાં આવી હતી જેમાં મોટાભાગના લોકો ત્યારબાદ ખુદને અન્યથી અલગ પડેલા અનુભવતા હતા. અન્ય લોકોનો સંપર્ક ફકત કામ પુરતો જ રાખ્યો હતો. તેના પરિવારજનો સાથે પણ વાતચીત થઈ હતી જેમાં જણાવાયું કે એઆઈ પર કામ કરતા લોકોની ઉંઘ ઘટી ગઈ હતી. તેઓ શરાબના રવાડે ચડયા હતા.
- Advertisement -
ખાસ કરીને આ ટેકનોલોજી નબળા લોકો પર ઝડપથી હાવી થવા લાગે છે. જેઓ ટેકનોલોજી પર વધુ આધારીત બને છે તેઓને ટેકનોલોજી બાદમાં પંગુ બનાવી દે છે. ખાસ કરીને ઈકોમર્સ કંપનીના કર્મચારીઓ કે જેઓ આ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરે છે તેમના બારામાં આ સ્થિતિ જોવા મળી હતી.
ગૂગલએ ખુદે તેના કર્મચારીઓને ચેટબોટનો ઉપયોગ ન કરવા કહ્યું
કેલિફોર્નિયા: માઈક્રોસોફટના ચેટ જીપીટી બાદ ગુગલે તેનું ચેટબોટ બાર્ડ લોન્ચ કર્યું છે પરંતુ તેના ખુદના કર્મચારીઓને તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધીત કર્યા છે. ગુગલે તેના કર્મચારીઓને કહ્યું છે કે ચેટબોટમાં એવી કોઈ માહિતી ન અપલોડ કરવી કે જે કંપની માટે કોન્ફીડેન્સીયલ હોય, આલ્ફાબેટ કે જે ગુગલની પેરેન્ટ કંપની છે તેને ખુદે એઆઈ સીસ્ટમ સામે કર્મચારીઓને ચેતવ્યા છે. તેણે એન્જીનીયરોને કહ્યું છે કે ચેટબોટથી જનરેટ થતા કોમ્પ્યુટર કોડનો સીધો ઉપયોગ કરવો જોઈએ નહી. વાસ્તવમાં પ્રોગ્રામર માટે તે મદદરૂપ છે પરંતુ એઆઈની મદદથી અનેક વખત કોન્ફીડેન્સીયલ માહિતી જાહેર થઈ જતી હોય.