– 108ની 16 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય
બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. આજે દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ રહ્યો છે. જેને લઈ દ્વારકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અત્યાર સુધી 6 હજાર 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આ તરફ બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકાનું તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ દ્વારકામાં આર્મીની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.
- Advertisement -
દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાની અસર
દ્વારકામાં વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી તંત્ર એલર્ટ મોડ પર છે. દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકામાંથી 6500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. આ તરફ દ્વારકામાં 108ની 16 એમ્બયુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. આ સાથે રાજકોટથી 108 એમ્બયુલન્સ દ્વારકા મંગાવાઈ છે.
Cyclone Biparjoy: Gujarat Govt identifies over 400 shelter homes in Dwarka
Read @ANI Story | https://t.co/E1UR1xin0n#CycloneBiparjoy #Gujaratcyclone #Dwarka pic.twitter.com/Ir2BKahqUk
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 14, 2023
દ્વારકામાં આર્મીની ટીમ સ્ટેન્ડબાય
બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકાનું તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ દ્વારકામાં વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી આર્મીની ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાથી દ્વારકામાં વધુ નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે. જેને લઈ સંભવિત નુકસાનીને ધ્યાનમાં રાખી આર્મીની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.
અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું બિપોરજોય જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 290, પોરબંદરથી 350 અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવાઝોડું વધુ આક્રામક બન્યું છે. વાવાઝોડું કચ્છની વધુ નજીક પહોચ્યું છે. વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 135 કિમીની રહેશે. આ વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.