વાવાઝોડા અને ચક્રાવતના નામ આપવાની પરંપરા 1953થી ચાલુ છે
2021ના વર્ષનું પ્રથમ વાવાઝોડું 17 મેની મધરાતે ગુજરાતના કાંઠે લેન્ડફોલ થયું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં સરેરાશ દર વર્ષે હવે એક વાવાઝોડું દસ્તક દઈ રહ્યું છે સમુદ્ર માર્ગે ચકરાવત ઉત્પન્ન થઈ ભારતમાં કે ગુજરાતમાં દરિયાકિનારા વિસ્તારમાં લેન્ડફોલ થતું હોય છે પરંતુ વાવાઝોડાના નામ પણ ઘણી વખત એવા હોય છે કે જીભના લોચા વળી જતા હોય છે છેલ્લા 50 વર્ષની વાત કરીએ તો સૌથી વધુ વાવાઝોડા દસ્તક દઈ જતા રહ્યા છે. જોકે અમુક વાવાઝોડાએ તબાહી મચાવી છે તો અમુક ભારે પવન અને વરસાદ આપી જતા રહ્યા છે. વાવાઝોડા પાછળ જે નામ રાખવામાં આવે છે તે પણ એક રસપ્રદ હોય છે અને ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ચક્રાવતના નામ એક સમજૂતી કરાર હેઠળ રાખવામાં આવે છે.
તાઉ-તે જે લક્ષદ્વિપ પાસેથી ઉદભવ્યું હતું
18 વર્ષમાં સૌથી વધુ 7 વાવાઝોડા ત્રાટકયા હતા. 6 ઓકટોબર 2018ના રોજ તિતલી વાવાઝોડાની અસરથી ઓડિશામાં 77 અને આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા હતા. ત્યાર પછી 10 નવેમ્બરના રોજ ગાજા વાવાઝોડુ 53 લોકોને ભરખી ગયું હતું. 13 ડિસેમ્બરના રોજ ચક્રવાતી તોફાન ફેથાઇએ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં ભારે નુકસાન કર્યુ હતું. ભારતનો પશ્ચિમ કાંઠો વાવાઝોડા ઉદ્ભવવાની બાબતે પ્રમાણમાં શાંત ગણાય છે પરંતુ આ વખતે 5 દિવસ પહેલા સિઝનનું પ્રથમ વાવાઝોડુ તાઉ-તે જે લક્ષદ્રીપ પાસેથી ઉદભવ્યું હતું.
અમેરિકામાં દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે
આ પહેલ 1953માં એક સંધિ દ્વારા એટલાન્ટિક ક્ષેત્રમાં થઈ હતી એટલાન્ટિક ક્ષેત્રમાં વાવાઝોડા અને ચક્રાવતના નામ આપવાની પરંપરા 1953થી ચાલુ છે. આના માટે કમિટી પણ રચવામાં આવે છે ઓસ્ટ્રેલિયામાં તો ભ્રષ્ટ નેતાઓના નામ પરથી વાવાઝોડાના નામ નક્કી થયા હતા. 2000માં ચક્રવતની તોફાનોને નામ આપવાનું શરૂ ભારતમાં થયું હતું. ભારતે અગ્નિ, વીજળી, મેઘ સાગર, આકાશ જેવા નામો આપ્યા છે. પાકિસ્તાને નીલોફર, બુલબુલ, તિતલી જેવા નામ આપ્યા છે. વાવાઝોડા સ્થાનિક સમિતિ વાર્ષિક અથવા દ્વી વાર્ષિક બેઠકમાં વાવાઝોડાના નામ નક્કી કરતી હોય છે અત્યારે આવી પાંચ ઉષ્ણ કટિબંધીય સમિતિ કાર્યરત પણ છે. 1979 બાદ ક્રમમાં પુરુષ અને સ્ત્રીનું નામ રાખવામાં આવે છે ઓડ ઇવન પ્રથા મુજબ નામ રાખવામાં આવી રહ્યા છે. અમેરિકામાં દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે.
- Advertisement -
ચોક્કસ નામ રાખવા પાછળનું કારણ
ચોક્કસ નામ એટલા માટે આપવામાં આવે છે કે, આગાહી અને ચેતવણી આપનાર હવામાન વિભાગ સામાન્ય લોકોને વાવાઝોડાંની જાણકારી આપી શકે. જો કોઈ ચક્રવાતને નામ આપવામાં ન આવે તો સામાન્ય લોકો તે જાણી શકશે નહીં જેથી નામ સાથે આગાહી કરવામાં આવે છે.
વાવાઝોડા સમયે અપાતા સિગ્નલ શું સૂચવે છે?
સિગ્નલ નંબર 1
દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને પવન 60 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે રહેશે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે.
સિગ્નલ નંબર 2
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાક રહેશે. આ સિગ્નલ દરિયામાં જઈ રહેલાં વહાણો માટે મહત્ત્વનું છે.
સિગ્નલ નંબર 3
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તેની અસર બંદર સુધી થઈ શકે છે. પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાક રહેશે.
સિગ્નલ નંબર 4
સ્થાનિક વોર્નિંગ – દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. આ સિગ્નલ બંદર પર લાંગરેલાં વહાણો માટે ભયજનક સ્થિતિ દર્શાવે છે. સિગ્નલ 3 અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે બંદરની સ્થિતિ ભયજનક છે.
સિગ્નલ નંબર 5
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર 6
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર 7
ભયનો સંકેત છે. આનો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા તો બંદર પરથી પસાર થશે.
સિગ્નલ નંબર 8
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની જમણી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર 9
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિભયંકર છે અને તે બંદરની ડાબી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર 10
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું અતિભયંકર છે અને તે બંદર પરથી અથવા પાસેથી પસાર થશે. પવનની ગતિ 200 કિલોમિટર પ્રતિકલાક કે તેથી વધારે રહેશે. આ સુપર સાયક્લોનની ચેતવણી છે.
કંડલા પોર્ટમાં લાંગરેલા 17 જહાજ આજ સવાર સુધીમાં પરત મોકલાશે
કંડલા પોર્ટ પર શનિવારથી નવા જહાજોને બર્થ પર લાવવાની કામગીરી સ્થગિત કરાયા બાદ જેટી પર હાલમાં લાંગરેલા 17 જહાજો પૈકી રવિવાર સાંજ સુધીમાં છ જહાજોમાં ઓપરેશન પૂર્ણ કરીને પરત મોકલવા તેમજ બાકીના 11 જહાજોમાં પણ સોમવાર સવાર સુધીમાં લોડિંગ-અનલોડિંગ પૂર્ણ કરીને દરિયામાં સલામત પરત મોકલવા દેવા તાકીદ કરાઈ હતી.