દુનિયામાં પહેલીવાર અમેરિકામાં ઉપગ્રહથી મળેલી ઉર્જામાંથી વીજળી તૈયાર કરવામાં આવી છે. ઉપગ્રહનાં માધ્યમથી વાયરલેસ ટેકનિકથી આ ઉર્જા ધરતી પર મોકલવામાં આવી હતી. જેને લેબોરેટરીમાં રહેલ કલેકટર (સંગ્રાહક) યંત્રોએ જમા કરીને માઈક્રોવેવ એરેમાં બદલી નાખી હતી.
આ ઉર્જાનો ઉપયોગ વીજળી ટ્રાન્સફરમાં કરવામાં આવે છે. ભવિષ્યમાં આ વીજળી બનાવવા માટે કોલસાનો વિકલ્પ બની શકે છે. કેલિફોર્નીયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીનાં ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ અને મેડીકલ એન્જીનીયરીંગ વિભાગનાં પ્રોફેસર અલી હાજીમીએ જણાવ્યુ હતું કે આ કામ માટે ‘માઈક્રોવેવ એરે ફોર પાવર ટ્રાન્સફર લો ઓર્બિટ એકસપરિમેન્ટ’ નામનો પ્રોજેકટ 2011 માં શરૂ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
જે અંતર્ગત માઈક્રોવેવ ટ્રાન્સમીટર અને કસ્ટમ ઈલેકટ્રોનિક ચિપ લાગેલા મેપલ પ્લેટફોર્મ ઉપગ્રહ મોકલવામાં આવ્યા હતા. તે વધુ સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને ધરતી પર મોકલી રહ્યા છે.આ એક દિવસમાં આખા વર્ષની વીજળી તૈયાર કરી શકે છે.
શું છે મેપલ પ્લેટફોર્મ:
મેપલ પ્લેટફોર્મ ઉપગ્રહ લચીલા, હળવા માઈક્રોવેવ ટ્રાન્સમીટર હોય છે. જેની અંદર કસ્ટમ ઈલેકટ્રોનિકસ ચીપ હોય છે. જેના માધ્યમથી વધુ સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને તેને લહેરના રૂપમાં ધરતી પર મોકલવામાં આવે છે.
આ ક્ષેત્રોને થશે ફાયદો:
વાયરલેસ ટેકનિકથી યુધ્ધ ક્ષેત્રમાં વીજળી મોકલવી સરળ બનશે.તબાહ થઈ ચૂકેલા વિસ્તારમાં વીજળી પુરવઠો મોકલવામાં સરળતા રહેશે. કોલસાનો વિકલ્પ બની શકે છે. વીજળી સપ્લાયનું માળખુ તૈયાર કરવામાંથી મુકિત મળશે.
- Advertisement -