ટેકનોલોજી ગ્રુપમાં અનેકવિધ ફિચર્સ લોકોને અકલ્પનીય સુવિધાઓ પુરી પાડી રહ્યા છે. ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે. આ ફીચર થકી લોકોને જે તે વિસ્તારનો વર્ચુઅલ વ્યુ જોવા મળી શકે છે અને સીધા ચોકકસ સ્થળે જ પહોંચી શકે છે.
ગુગલ મેપના આ ફીચરના આધારે લોકોને એમ લાગે છે કે તે સંબંધીત ગલી કે માર્કેટમાં જ ઉભા છે. આ ફીચર મારફત લોકો માર્ગ-રસ્તાને 360 ડીગ્રી પર નિહાળી શકે છે. લોકોને ઘરબેઠા જ કોઈપણ ચોકકસ જગ્યાનો નજારો દેખાડી દે છે.
- Advertisement -
થોડા દિવસો પુર્વે પણ આ ફીચર આવ્યુ હતું પરંતુ એમ કહેવાય છે કે સુરક્ષા દ્દષ્ટિકોણથી ગુગલે તે બંધ કરી દીધુ હતું. ગુગલ દ્વારા હવે ફરી આ ફીચર પેશ કરવામાં આવ્યું છે. ગુગલ મેપ્સ સ્ટ્રીટ વ્યુ એપની સાથોસાથ ગુગલ મેપ્સ વેબસાઈટ પર પણ કાર્યરત છે.