800 લોકોના કરમુક્તિના દાવામાં ગરબડ હોવાનો નિર્દેશ : ટીડીએસની જેમ આવકવેરા વિભાગના ઈ-ફાઈલીંગ પોર્ટલ પરથી પુરાવો ડાઉનલોડ કરવો પડશે
ખાસ-ખબર સંવાદદાતા
ધાર્મિક સંસ્થાઓ કે બીનસરકારી સંગઠનોને અપાતા દાનમાં આવકવેરા કાયદાની કલમ 80 હેઠળ કરવેરામાં છુટછાટો મળે છે. આ કરમુક્તિ ચાલુ રાખવામાં આવી હોવા છતાં તે માટે સંબંધીત સંસ્થા દ્વારા દાનપ્રાપ્તિની રીસીપ્ટ-સર્ટીફીકેટ રજુ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે અન્યથા કરમુક્તિનો લાભ નહીં મળે.
દાન મેળવતી સંસ્થા- સંગઠનોની કેટેગરી પ્રમાણે 50થી100 ટકાની કરમુક્તિ મળતી હોવાનું અત્રે ઉલ્લેખનીય છે.
દાનના બદલામાં આવકવેરાની છુટછાટ માત્ર જુની કર વ્યવસ્થામાં જ મળવાપાત્ર હોવાના કારણોસર નાણાકીય વર્ષની શરૂઆતમાં જ તેની વ્યવસ્થા કરવાની રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દાન મામલે કરમુક્તિ મેળવનારા 800 લોકોને આવકવેરા વિભાગે નોટીસ ફટકારી હતી. આ લોકોની આવક તથા દાનની રકમ વચ્ચે કોઈ મેળ પડતો ન હતો. કરમુક્તિ મેળવવા માટે આવકવેરા વિભાગને વિવિધ માહિતી આપવાની રહે છે.
ફોર્મ 10 બીઈને ડિજીટલ સહીના માધ્યમથી ઈલેકટ્રોનીક સ્વરૂપે દાખલ કરી શકાય છે. ફોર્મમાં દાન આપનારનું નામ, સરનામુ, પાન નંબર તથા આધાર નંબર આપવાનું ફરજીયાત છે. સાથોસાથ સંબંધીત સંસ્થાના રજીસ્ટ્રેશન નંબર તથા સ્ટેમ્પ પણ જરૂરી છે. ફોર્મને નાણાકીય વર્ષમાં 31 મે અથવા તે પુર્વે રજુ કરવાનું ફરજીયાત છે.
મહત્વની વાત એ પણ છે કે કરદાતા રોકડ, ચેક અથવા ઓનલાઈન દાન પર ટેકસ છુટ્ટનો દાવો કરી શકે છે. જો કે, રૂા.2000થી વધુની રોકડ રકમના દાન પર દાવો થઈ શકતો નથી. આ માટે ચેક અથવા ઓનલાઈન દાન
ફરજીયાત છે.