મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને 10 વર્ષની સજા ફટકારી છે.
મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને 10 વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બીજી તરફ મુખ્તારના ભાઈ અને બસપાના સાંસદ અફઝલ અન્સારી પર હજુ સુધી કોર્ટનો નિર્ણય આવ્યો નથી. કોર્ટ બપોરે સુધીમાં તેમની વિરુદ્ધ ચુકાદો આપી દેશે.
- Advertisement -
મુખ્તાર અંસારી સામે આ કેસ યુપીના પ્રખ્યાત કૃષ્ણાનંદ રાય હત્યા કેસ અને બિઝનેસમેન નંદકિશોર રૂંગટાના અપહરણ અને હત્યા મામલે દર્જ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અફઝલ અંસારી તેના ભાઈ માફિયા ડોન મુખ્તાર અંસારી અને સાળા એજાઝુલ હક વિરુદ્ધ 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે એજાઝુલ હકનું નિધન થયું છે. આ કેસની સુનાવણી 1 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. પહેલા આ મામલે નિર્ણય 15 એપ્રિલે આવવાનો હતો પણ બાદમાં તારીખ લંબાવીને 29 એપ્રિલ કરવામાં આવી હતી. આ કેસમાં ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં વર્ષ 2012માં સુનાવણી શરૂ થઈ હતી.
Uttar Pradesh | Ghazipur's MP MLA court convicts jailed mafia Mukhtar Ansari in a gangster case and sentenced him to 10 years imprisonment and a fine of Rs 5 lakh. pic.twitter.com/4ZYtO0MFi6
— ANI (@ANI) April 29, 2023
- Advertisement -
જણાવી દઈએ કે મુખ્તાર અંસારી યુપી સ્થિત બાંદા જેલમાં બંધ છે.
29 નવેમ્બર 2005ના રોજ ગાઝીપુરમાં મોહમ્મદબાદના તત્કાલિન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત કુલ 7 લોકોની હટ્યા કરી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર અંસારી અને અફઝલને આરોપી બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં, 2002 માં, કૃષ્ણાનંદ રાયે અન્સારી ભાઈઓના પ્રભુત્વવાળી મોહમ્મદબાદ વિધાનસભા બેઠક પર અફઝલ અંસારીને હરાવીને જીત મેળવી હતી.
બન્યું એવું હતું કે ભંવરકોલ બ્લોકના સિયાડી ગામમાં આયોજિત સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે કૃષ્ણાનંદ રાયને આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. જ્યારે તે મેચનું ઉદ્ઘાટન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે બાસાનિયા ચટ્ટી પાસે હુમલાખોરોએ કૃષ્ણાનંદ રાયના કાફલા પર AK-47ના 500 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.