બજારમાં કેરી રસિયાઓના હોઠે સ્વાદ પહોંચ્યો નથી જયારે
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળાની ઋતુ ચાલુ થતાંની સાથે જ કેરીની યાદ આવે તે સ્વાભાવિક છે. બજારમાં ધીમે ધીમે કેરી આવી રહી છએ. પરંતુ આ વખતે વાતાવરણ જોતાં લાગતું નથી કે કેરીના શોખીનોના હોઠ સુધી કેરી પહોંચી શકે. હકિકતમાં કેરી બજારમાં આવ્યા પહેલાં જ તેના ભાવ પાણી પાણી થઈ ગયા છે.
પશ્ર્ચિમ બંગાળમાં આ સિઝનમાં માલદા કેરી માત્ર 3 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. કેરીના ભાવમાં ઘટાડાને પગલે ખેડૂતોને મોટું નુકસાન જઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ માલદા કેરી હજુ પાકી નથી પરંતુ આ કાચી કેરીનું અથાણું બને છે. બજારમાં તેને ઊંચા ભાવ પણ મળે છે. માલદા કેરી હજુ પાકી નથી. જોકે આની કાચી કેરીનું અથાણુ બનાવવામાં આવે છે. બજારમાં આ સારા ભાવે વેચાતી હતી પરંતુ પાણીના અભાવે આ કેરી સૂકાઈને નીચે ખરવા લાગી છે. જેનાથી કેરીની ગુણવત્તા બગડતાં સાવ સસ્તા ભાવે બજારમાં કેરી વેચાઈ રહી છે.
પશ્ર્ચિમ બંગાળના માલદા જિલ્લામાં હાલ સખત ગરમી પડી રહી છે. જેના પગલે મોટા પ્રમાણમાં ઝાડ પરથી કેરીનું ખરણ થઈ રહ્યું છે. આવી નીચે પડેલી કેરીઓ લોકો વીણી જવા લાગ્યા છે અને બજારમાં સાવ સસ્તામાં કેરી વેચવા લાગ્યા છે. અથાણામાં વપરાતી આ કેરી એક સમયે 50 રૂપિયે કિલો બજારમાં વેચાતી હતી પરંતુ ભારે ગરમીને પગલે પાણી ન મળતાં કેરીનું ખરણ વધી ગયું છે. મોટી સંખ્યામાં આંબા નીચે પડેલી કેરીઓ લોકો વીણીને માત્ર 3 રૂપિયે કિલોના ભાવે બજારમાં વેચીને ફાયદો લઈ રહ્યા છે. નીચે પડેલી કેરીઓ વેચીને દરરોજ 100-200 રૂપિયા કમાઈ લે છે.