સોશિયલ મીડિયામાં ખાસ નજર રાખવામાં આવશે
સંવેદનશીલ વિસ્તાર, પોઇન્ટની ઓળખ કરાઈ, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ હોવાનો સરકારનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રમઝાન ઈદ અને પરશુરામ જયંતીનો તહેવાર એક સાથે આવી રહ્યો છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ અને અખાત્રીજના કારણે તોફાનના ભયની ભીતિ દર્શાવાઇ હતી. જેને પગલે સંભવિત તોફાનો મુદ્દે ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં બાંહેધરી આપવામાં આવી છે. જાહેર હિતની અરજીને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં થતા કોમી તોફાનો મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ જાહેર કર્યો. હાઈકોર્ટે ગૃહ વિભાગ અને ઉૠઙને સંભવિત તોફાનો પગલે જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ કર્યો છે. જુદા જુદા તહેવાર એક દિવસે આવતા તહેવારો સમયે યોગ્ય તકેદારી રાખવા હાઇકોર્ટે સૂચના આપી છે. તો હાઈકોર્ટના નિર્દેશને પગલે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં બાંહેધરી આપી છે. બાંહેધરીમાં રાજ્ય સરકારે દાવો કર્યો છે કે આવતીકાલે રમઝાન ઈદ અને પરશુરામ જયંતીના તહેવાર માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
ગુજરાત સરકારે જણાવ્યું છે કે લોકલ પોલીસની સાથે સાથે જછઙ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તાર અને પોઇન્ટની ઓળખ કરવામાં આવી છે અને વધારાની પોલીસ ફોર્સને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
તો સાથે સાથે, સોશિયલ મીડિયામાં નજર રાખવા માટે પણ સાયબર પોલીસને જાણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, એક દિવસે આવતા તહેવારો સમયે તોફાનના ભયની ભીતિ દર્શવાઇ હતી. અરજીમાં અરજદારે રાજ્યમાં કોમી તોફાનો પાછળ પોલીસની બેદરકારી હોવાનો દાવો કર્યો હતો. તો આ જાહેર હિતની અરજી પર થોડીવારમાં ચુકાદો જાહેર કરવામાં આવશે.