રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે પોતાની જ સરકાર વિરુદ્ધ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જે બાદ હાઈકમાન્ડે રાજસ્થાનના પ્રભારી સુધજિંદર સિંહ રંધાવાને એક્ટિવ કરી દીધા છે.
રાજસ્થાન કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે તે બધાની સામે છે. આ સમગ્ર પ્રકરણમાં એક વ્યક્તિ છે સુખજિંદર સિંહ રંધાવા, તેમના પર બધાની નજર છે. શું રંધાવા કોઈ ઉકેલ શોધી શકશે? શું તેઓ સચિન પાયલટના ઉપવાસ બાદ દબાણ ઘટાડી શકશે? શું તેમની પાસે બંને બાજુના લોકોને શાંત અને સંતુષ્ટ કરવાનો કોઈ પ્લાન છે? આ તમામ સવાલોના જવાબ રંધાવા જ આપી શકે છે.
- Advertisement -
કોંગ્રેસના નેતાએ પોતાની સરકાર સામે જ મોરચો ખોલ્યો
રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ફરી એકવાર મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પોતાની સરકાર સામે જ મોરચો ખોલ્યો છે. સચિન પાટલટ આજે જયપુરમાં શહીદ સ્મારક પર રાજસ્થાન સરકાર વિરુદ્ધ એક દિવસીય ઉપવાસ પર ઉતરશે.
સચિન પાટલટના કારણે વધ્યું કોંગ્રેસનું ટેન્શન
સચિન પાયલટ હવે માત્ર સીએમ અશોક ગેહલોત માટે જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે પણ માથાનો દુખાવો બની રહ્યા છે. સચિન પાયલટે ભાજપની વસુંધરા સરકારના કૌભાંડો અને ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ગેહલોત સરકાર સામે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી ગેહલોત સરકારની જનહિત યોજનાઓ અને ઉપલબ્ધિઓના આધારે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે. આવી સ્થિતિમાં સચિન પાયલટના ઉપવાસથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થશે. એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ પાયલટને આ ઉપવાસ રોકવા કડક સૂચના આપી છે.
પ્રભારી રંધાવા એક્ટિવ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે 11 એપ્રિલે ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ. જે બાદ હાઈકમાન્ડે પ્રભારી રંધાવાને એક્ટિવ કરી દીધા છે. હવે રંધાવા જયપુરમાં છે. શું તેઓ સચિનના મંચ પર જશે? શું તેઓ ફોન પર જ વાત કરશે? અથવા કોઈ અન્ય રણનીતિ હશે. દરેકની નજર તેમના પર છે.
- Advertisement -
અજય માકન બાદ મળી છે જવાબદારી
અવિનાશ પાંડે પછી અજય માકનને જવાબદારી મળી. તેમ છતાં પરિસ્થતિમાં કોઈ સુધારો ન આવતા તેમને હટાવીને હવે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખજિંદર રંધાવાને અહીં પ્રભારી બનાવવામાં આવ્યા છે, ત્યારે બધાની નજર તેમના પર ટકેલી છે. પરંતુ શું તેઓ કોઈ મોટો અને નક્કર ઉકેલ શોધી શકશે? પાસ થશે કે નાપાસ થશે? આ બધું ટૂંક સમયમાં દેખાશે.