સંયુક્ત અરબ અમીરાત UAEનાં માર્સ ઓર્બિટરએ મંગળગ્રહનો નવો નકશો બનાવ્યો છે. આ નકશો અત્યંત સુંદર છે જેમાં ભૌગોલિક વિસ્તારોને પણ દર્શાવ્યાં છે.
મંગળગ્રહનો નવો નક્શો સામે આવ્યો છે. તેમાં ભૌગોલિક વિસ્તારોને પણ જીણવટપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. આ નકશો સંયુક્ત અરબ અમીરાત UAEનાં માર્સ ઓર્બિટર દ્વારા બનાવવામાં આવ્યો છે. એટલે કે Hope Missionનાં સ્પેસક્રાફ્ટએ આ નકશો બનાવ્યો છે. આ હાઈ રિઝોલ્યૂશન મેપનાં કારણે સાઈંટિસ્ટ અનેક પ્રકારની સ્ટડી કરી શકશે અને ગહન અધ્યયન પણ કરી શકશે.
- Advertisement -
આ નકશામાં પહાડ, જ્વાળામુખી, પ્રાચીન નદીઓ વગેરે બધું જ દેખાઈ છે. આ નકશાથી એ પણ જાણવા મળે છે કે મંગળગ્રહ પર ક્યાં પાણી છે અને ક્યાં પહેલા હતું. આ નકશો સંયુક્ત અરબ અમીરાતનાં સેંટર ફોર સ્પેસ સાયન્સ અને ન્યૂયોર્ક યૂનિવર્સિટી અબુ ધાબીએ મળીને બનાવ્યો છે. આ નક્શા માટે અમીરાત માર્સ મિશનને ડેટા મોકલ્યું હતું. તેને હોપ મિશન કે અલ-અમલ મિશન તરીકે ઓળખવામાં આવે છે.
Our NEW photographic Map of Mars made with @HopeMarsMission observations!
More than 3000 images from the EXI instrument were combined to produce this.
- Advertisement -
Download the high-res version from https://t.co/rjdRWH5wuk pic.twitter.com/AOJA9cj8ei
— Dimitra Atri (@cosmicatri) March 30, 2023
‘મંગળગ્રહનું નવું એટલસ છે જે દરેક દેશને કામ આવશે’
UAEનાં હોપ મિશનમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઈમેજિંગ સિસ્ટમ છે. તેમાં એમિરેટ્સ એક્સપ્લોરેશન ઈમેજર EXI લગાડ્યું છે. સંયુક્ત અરબ અમીરાતનાં વૈજ્ઞાનિકોને લાગે છે કે આ નકશાનાં કારણે યુવાનોને સાયન્સનાં ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મળશે. આ નકશો બનાવનાર મુખ્ય સાઈન્ટિસ્ટ ડિમિત્રા અત્રીએ કહ્યું કે અમે સમગ્ર ગ્રહનો નકશો બનાવીને સમગ્ર દુનિયાને દેખાડવા ઈચ્છતા હતાં. આ મંગળગ્રહનું નવું એટલસ છે જે દરેક દેશને કામ આવશે.
NYUAD Researchers Create New Photographic Mars Map#UAE #Mars #NYUAD @HopeMarsMission@NYUAbuDhabi@NYUAD_Science@cosmicatri@uaespaceagency@MBRSpaceCentre pic.twitter.com/AjqvhRBqCE
— UAE Forsan (@UAE_Forsan) March 30, 2023
‘350 કરોડ વર્ષ પહેલાં નદીઓ વહેતી હતી’
ડિમિત્રા અત્રીએ કહ્યું કે આ નકશાની મદદથી તમે વધુ શીખી શકશો. અત્રી અને તેમની ટીમે 3000થી વધારે ફોટોઝ મળાવીને આ નકશો તૈયાર કર્યો છે. આ ફોટોનું વિશ્લેષણ કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો છે. જે મંગળગ્રહ એકવર્ષનું હોય છે. આ નક્શામાં મંગળગ્રહનાં બરફિય વિસ્તાર, પહાડ, જ્વાળામુખી, પ્રાચીન નદીઓ, ઝરણાં વગેરે બધું જ દેખાઈ છે. તેનાથી જાણવા મળે છે કે ત્યાં 350 કરોડ વર્ષ પહેલાં નદીઓ વહેતી હતી. આ નકશાને વૈજ્ઞાનિકો વધુ સારી રીતે સમજી શકે છે.