ભારતના ડિઝીટલ નેટવર્ક, પાયાગત માળખુ, સ્માર્ટ ફોનના વધુ ઉપયોગને લઈને માઈક્રો સોફટના સહસ્થાપકે જી-20ના કાર્યક્રમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
ભારતમાં 5-જી નેટવર્કને લઈને વિશ્વના અમીર અને માઈક્રોસોફટના સંસ્થાપક બિલ ગેટસે રાહત આપનારી ભવિષ્ય વાણી કરી છે કે ભારતમાં દુનિયાનું સૌથી સસ્તુ 5-જી બજાર હશે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં બહેતરીન ડિઝીટલ નેટવર્ક છે અને ખૂબ જ સારી કનેકટીવીટીની સાથે સ્માર્ટફોનનો ઘણો ઉપયોગ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં સૌથી સસ્તુ 5-જી બજાર હશે.
- Advertisement -
ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત ગઈકાલે નલડાયક અને વ્યાપક અર્થવ્યવસ્થાઓનું નિર્માણ: ડિઝીટલ સાર્વજનિક પાયાગત માળખાનો વાયદોથ વિષય પર આયોજીત એક સત્રમાં તેમણે આ વાત કરી હતી. ગેટસ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર હતા. આયોજનમાં કેન્દ્રીય દૂરસંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વીની વૈષ્ણવ અને જી-20 શેરપા અમિતાભ કાંત પણ હાજર હતા.
માઈક્રોસોફટના સહસંસ્થાપક બિલ ગેટસ ભારતના પ્રતિસ્પર્ધી ખાનગી બજાર, ભરોસાલાયક અને ઓછા ખર્ચવાળા સંપર્કની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ સૌથી સસ્તી 5-જી બજાર હશે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં શાનદાર ડિઝીટલ નેટવર્ક છે અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા લોકોની ટકાવારી પણ ઘણી છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું હતું કે ભારતના ડિઝીટલ સાર્વજનિક પાયાગત માળખાની ખાસીયત એ છે કે તે બધાને માટે ખુલો, માહિતીના આદાન-પ્રદાનમાં સક્ષમ, હસ્તાંતરણીય, સુરક્ષિત અને જાહેર-ખાનગી ભાગીદારી પર આધારીત છે.