ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કોર્ટ માંથી 181 અભયમ હેલ્પલાઇનમાં કોલ આવેલ કે આંધ્રપ્રદેશ રાજ્યનાં એક મહીલા એકલા બેસી રહેલા છે અને કોર્ટ બંધ થવાનો સમય હોય જેથી તેમની મદદ માટે આવો જેથી કોલ મળતાં 181ની ટીમના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ અસ્મિતા બેન ગોંડલીયા અને પાઇલોટ રાહુલ ભાઈ સહિતની ટીમ સ્થળ પર ગયેલ અને મહિલાને મળી ને તેમનુ કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરેલ અને તેઓ તેલુગુ ભાષા બોલતા હોય જેથી સમજવામાં મુશ્કેલી થતી હોય અને જેથી તેમનો સામાન તપાસતા તેમાંથી ઓળખ કાર્ડ મળી આવેલ જેમાં તેમના ઘરનું સરનામું આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાના અદોની વિસ્તારના હોઈ તેવું જાણવા મળેલ. મહીલા થોડી માનસિક અસ્વસ્થ જણાયેલ અને રાત્રિનો સમય થતો હોવાથી તેમને ’સખી’ વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવેલ. આ વાતની જાણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીને કરતા તેમના માર્ગદર્શન હેઠળ 181 તથા ’સખી’ વન સ્ટોપ સેન્ટરની ટીમે મળી કુર્નુલ જિલ્લા પોલીસ સાથે ટેલીફોનીક સંપર્ક કરેલ અને પરિવારની તપાસ કરવાનું જણાવેલ અને બાદ માં આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લા પોલીસ સાથે સંપર્કમાં રહેતા પરિવારનો સંપર્ક થઈ જતાં જણાયેલ કે મહીલાનાં બહેન જામનગર જિલ્લામાં રહેતા હોય જેથી આંધ્ર પ્રદેશથી જામનગર આવવા માટે ટ્રેનમાં નીકળેલ અને ભૂલથી જામનગરને બદલે જૂનાગઢ સીટીમાં આવી પહોંચેલ અને ત્યાર બાદ જામનગરમાં રહેતા તેમના બહેન સાથે પુ:ન મિલન કરાવેલ અને પરિવારે આભાર વ્યક્ત કરેલ.