દિલ્હીમાં આજે મેયર પદની ચુંટણી માટે વોટિંગ પુરી થઇ ગઇ છે. ચુંટણી પહેલા સિવિક સેન્ટમાં હોબાળો શરૂ થઇ ગયો હતો. આપના ઉમેદવારોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ પહેલા હોબાળાને લઇને મેયર ચુંટણી ત્રણ વાર પાછળ ઠેલાઇ હતી.
Aam Aadmi Party's Shelly Oberoi elected as the new mayor of Delhi pic.twitter.com/GJzsPiIp6E
- Advertisement -
— ANI (@ANI) February 22, 2023
આપના ઉમેદવાર શૈલી ઓબરોય દિલ્હીના નવા મેયર ચુંટાયા હતા. તેમણે બીજેપીના ઉમેદવારી રેખા ગુપ્તાને હરાવ્યા હતા. મેયરની ચુંટણી માટે ચોથી વાર સદનમાં આજે શાંતિપૂર્ણ વોટિંગ થઇ હતી. આ દરમ્યાન કોઇ વિરોધ થયો નથી અમે ના તો કોઇ નારેબાજી થઇ હતી. લગભગ સાડા 11 વાગ્યે શરૂ થયોલી વોટિંગ 2 કલાકથી વધારે ચાલી હતી. મેયર ચુંટણીમાં દિલ્હીના કુલ 10 માનનીય સાંસદ, 14 માનનીય વિધાયક અને 250માંથી 241 ઉમેદવારોએ વોટ કર્યો હતો. કોંગ્રેસના 9 કાર્યકરોએ મેયર ચુંટણીનો બોયકોટ કર્યો છે.
- Advertisement -
#WATCH | AAP's Shelly Oberoi becomes #Delhi mayor with 150 votes pic.twitter.com/LLbAJ1Xh3D
— ANI (@ANI) February 22, 2023
આ પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, આપના ઉમેદવાર શૈલી ઓબરોય દિલ્હીની મેયર બની ગયા છે. સિસોદિયાએ ટ્વિટ કર્યુ કે, દિલ્હી નગર નિગમમાં આપ પાર્ટીના મેયર બનવાને લઇને બધા કાર્યકર્તાઓ અભિનંદન અને દિલ્હીના લોકોનો હદયપૂર્વક આભાર માનું છું. આપના પહેલા મેયર શૈલી ઓબરોયને ખૂબ-ખૂબ અભિનંદન.