મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્કમાં આઈ ટ્વેન્ટી કારમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 90 બોટલ ભરેલી કાર ઝડપી પાડી હતી જો કે આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, વાવડી રોડ ઉપર મિલન પાર્કમાં આઈ ટ્વેન્ટી કારમાં વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે જેને પગલે એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે 05 આરએચ 9738 માંથી રૂ. 45 હજારની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 90 બોટલો મળી આવી હતી જેથી પોલીસે મોરબીના મહેન્દ્રપરામાં રહેતા ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા નામના શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધીને દારૂનો જથ્થો અને બે લાખની કાર સહિત 2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના વાવડી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, આરોપી ફરાર

TAGGED:
absconding, FOREIGNLIQUOR, morbi, VavadiRoad
Follow US
Find US on Social Medias


