-ઈન્સ્ટાગ્રામ લાઈવમાં સ્ટેન સાથે શાહરુખ કરતા ડબલ સંખ્યામાં ફેન્સ જોડાયા
બિગબોસ-16ના વિનર એમસી સ્ટેન ટ્રોફી જીત્યા બાદ સમાચારોમાં છે તેની મોટી ફેન ફાલોઈંગ પણ છે પણ એમસી સ્ટેને એક મોટુું પરાક્રમ કર્યું છે. જીહાં, તેણે શાહરુખખાનનો રેકોર્ડ તોડયો છે. ખરેખર તો એમસી સ્ટેન ઈન્સ્ટાગ્રામ હાલમાં લાઈવ થયો હતો. આ દરમિયાન સાથે એટલા તો ફેન્સ જોડાયા કે તે એક રેકોર્ડ બન્યો.
- Advertisement -
આ મામલે તેણે શાહરુખખાનને પણ પાછળ છોડયો હતો તે આ મામલે સાઉત કોટિયાના મશહુર પોપ બેન્ડ વીટીએસને ટકકર આપી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે, જયારે તેને ઈન્સ્ટાગ્રામ પર 5 લાખ લોકો જોઈ રહ્યા હોય.
એમસી સ્ટેન પહેલો ભારતીય સ્ટાર બન્યો છે, જેણે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર સૌથી વધુ 5 લાખ 41 હજાર લોકોને જોડવાનો રેકોર્ડ સર્જયો છે. ‘પઠાન’ ના રિલીઝ બાદ શાહરુખખાન પણ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હતો ત્યારે 2 લાખ 55 હજાર લોકો તેની સાથે જોડાયા હતા. આમ સ્ટેન સાથે શાહરુખની તુલનામાં બે ગણા લોકો જોડાયા હતા.