અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ ભારતીય લોકશાહી વિશે સોરોસની ટિપ્પણી પર મોદી સરકારના મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી
અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર PM મોદી પર ટિપ્પણી કર્યા બાદ સતત ચર્ચામાં છે. આ બધાની વચ્ચે ભારતીય લોકશાહી વિશે સોરોસની ટિપ્પણી પર મોદી સરકારના મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ વિપક્ષે પણ સોરોસ પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન વિદેશપ્રધાન એસ.જયશંકરે પણ સોરોસના નિવેદન પર ટિપ્પણી કરી છે.
- Advertisement -
સોરોસને લઈ જયશંકરે શું કહ્યું?
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, સોરોસ માને છે કે, ભારત એક લોકશાહી દેશ છે, પરંતુ વડાપ્રધાન લોકતાંત્રિક નથી. થોડા સમય પહેલા તેમણે અમારા પર કરોડો મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો, જોકે સ્પષ્ટ છે કે તેવું નથી. હું કહી શકું છું કે, સોરોસ એક વૃદ્ધ, શ્રીમંત અને અભિપ્રાય ધરાવતા માણસ છે. જેઓ હજુ પણ ન્યુયોર્કમાં બેઠા છે અને વિચારે છે કે, તેમના મંતવ્યો નક્કી કરે છે કે, આખી દુનિયા કેવી રીતે ચાલે છે.
"Old, rich and dangerous…" Jaishankar takes on George Soros
Read @ANI Story | https://t.co/cIGjol56ln#sjaishankar #GeorgeSoros #Australia #IndiaAustraliaTies #ChrisBrown #MunichSecurityConference2023 #Sydney pic.twitter.com/tAFKtyR5oZ
- Advertisement -
— ANI Digital (@ani_digital) February 18, 2023
આ સાથે જયશંકરે આગળ કહ્યું, હું સોરોસને માત્ર વૃદ્ધ, શ્રીમંત અને અભિપ્રાય ધરાવતો કહેવાનું બંધ કરી શકું છું. પરંતુ તે વૃદ્ધ, સમૃદ્ધ અને અભિપ્રાય ધરાવતા તેમજ ખતરનાક પણ છે. જ્યારે આવા લોકો અને સંસ્થાઓ પાસે વિચારો હોય છે, ત્યારે તેઓ તેમના સંસાધનોનો વ્યય કરે છે.
જયશંકરે કહ્યું, સોરોસ જેવા લોકો વિચારે છે કે,ચૂંટણી ત્યારે જ સારી છે જ્યારે તેમની પસંદગીની વ્યક્તિ જીતે છે. પરંતુ જો ચૂંટણીનું પરિણામ કંઈક બીજું હોય, તો તેઓ તે દેશની લોકશાહીને ખામીયુક્ત કહેવા લાગે છે અને તે બધું એકમાં છે. અને આ બધુ એક ખુલ્લા સમાજની હિમાયતના નામે કરવામાં આવે છે.
When I look at my own democracy, I've today a voter turnout, which is unprecedented, electoral outcomes which are decisive, electoral process which is not questioned. We're not one of those countries where after elections, somebody goes to arbitrate in court: EAM Dr S Jaishankar pic.twitter.com/B9lg1MifFY
— ANI (@ANI) February 18, 2023
ભારતની લોકશાહીને લઈ શું કહ્યું ?
ભારતના વિદેશ મંત્રીએ લોકશાહી પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, આજે જ્યારે હું આપણી લોકશાહીને જોઉં છું. ત્યાં મતદાતાઓની ભાગીદારી છે, જે અભૂતપૂર્વ છે. ચૂંટણી પરિણામો, જે નિર્ણાયક છે. ચૂંટણી પ્રક્રિયા, જેનો પ્રશ્ન નથી. આપણે એવો દેશ નથી કે જ્યાં ચૂંટણી પછી કોઈ તેને પડકારવા કોર્ટમાં જાય.