ચોતરફથી શિવ ભક્તો ભવનાથ તરફ
આવતીકાલે મહા શિવરાત્રી નાગા સાધુનું શાહી સ્નાન: શિવરાત્રીના દિવસે લાખોની મેદની ઉમટશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભગવાન ભોળાનાથ ભવનાથ મંદિરના સાનિધ્યમાં યોજતા મીની કુંભ સમા મહા શિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે શિવ ભક્તો ની ભારે ભીડ જોવા મળી રહી છે આજ સાંજ સુધીમાં 7 લાખ ભાવિકો મેળામાં પધારી ચુક્યા છે ત્યારે હજુ આવતીકાલ મહા શિવરાત્રીના દીવસે વધુ પાંચ લાખ શિવ ભક્તો ભવનાથ શિવરાત્રી મેળામાં પધારે તેવો અંદાજ લગાવામાં આવ્યો છે હાલ ભવનાથ તળેટી હર હર સંભુના નાદ સાથે શિવમય બન્યું છે.
આવતીકાલે મહા શિવરાત્રી એટલે જીવ સાથે શિવનું મિલન જોવા મળશે દેશ દુનિયા ભરમાં મહા શિવરાત્રી પર્વની શિવ આરાધના સાથે ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેછે ત્યારે જૂનાગઢ માં ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મીની કુંભ સમો અતિ પૌરાણિક મહા શિવરાત્રી મેળો યોજાય છે જેમાં સનાતન હિન્દૂ ધર્મના દર્શન જોવા મળે છે દેશ વિદેશના નાગા સંન્યાસી સાધુ પધારે છે અને નાગા સાધુ અનેક રૂપમાં જોવા મળેછે જેના દર્શન કરવા ભાવિકોનો ઘસારો જોવા મળેછે શિવની આલેખ સાથે નાગા સાધુ ધુણા ધખાવીને શિવ આરાધના સાથે ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે જટાધારી નાગા સાધુ સાથે અનેક સ્વરૂપ જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં યોજાતા મહા શિવરાત્રી મેળામાં નાગા સાધુ સાથે અખાડા પરિષદના વરિષ્ઠ સંતો સાથે આવતીકાલે રવાડી નીકળશે જેમાં બેન્ડ વાજાની સુરાવલી સાથે અવનવી બગી અને લાંબી ધર્મની ધ્વજા સાથે મેળાના રૂટ પર નાગા સાધુના અવનવા કરતબ સાથે પ્રોસેસન નીકળશે જેને જોવા અંદાજે 7 લાખ ભાવિકો ઉમટી પડશે અને શિવરાત્રી ની મધ્યરાત્રી એ ભવનાથ મંદિર પાસે આવેલ મૃગી કુંડ શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહુતી થશે.
- Advertisement -
ગિરનાર પર ભાવિકો ઉમટ્યા
શિવરાત્રી મેળામાં પ્રતિ વર્ષ 10 થી 15 લાખ ભાવિકો મેળામાં પધારે છે તેની સાથે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રય અને કમંડળ કુંડ સહીત ગોરખ નાથ જગ્યા સહીત અનેક ધર્મ સ્થાનોમાં ભાવિકો દર્શન કરવા પધારે છે જેના લીધે ગિરનાર સીડી પર ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.
ચોતરફ ભીડ ભીડ ભીડ
જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાતા મહા શિવરાત્રી મેળામાં ચોતરફ ભીડ જોવા મળી રહી છે સોંરાષ્ટ્ર ભરના જિલ્લા માંથી ભાવિકો ભવનાથ તરફ આવી રહ્યાછે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ખાનગી વાહનો સાથે મોટર સાઇકલ પર ભાવિકો ભવનાથ તરફ આવી આવી રહ્યાછે અને ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવાના રસ્તે ભારે ભીડ જોવા મળી રહીછે ગઇકાલ સાંજે ભાવિકોનો ઘસારો જોઈ તંત્ર દ્વારા વાહન માટે પ્રવેશ બંધી કરવી પડી હતી એજ રીતે આજે પણ જો સાંજે ભીડ વધશે તો વાહનોને પ્રવેશ બંધી કરવાની ફરજ પડશે.