– પ્રથમ વખત આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ
અમેરિકી સંસદે ચીનને એક મોટો આંચકો આપતા અરૂણાચલ પ્રદેશને ભારતનો અવિભાજય અને અભિન્ન હિસ્સો ગણાવ્યો હતો અને સાથોસાથ સૈન્યના ઉપયોગથી સરહદોની સ્થિતિ બદલવાના ચીનના પ્રયસોની પણ આકરી ટીકા કરવામાં આવી હતી.
- Advertisement -
ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધોના ઈતિહાસમાં પ્રથમ વખત બે અમેરિકી સાંસદોએ અરૂણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો જાહેર કરવા અને ભારત સાથેની એકચ્યુઅલ- લાઈન ઓફ કંટ્રોલ- (વાસ્તવિક અંકુશરેખા) પર ચીન જે સૈન્યના ઉપયોગથી પરીસ્થિતિ બદલવાનો પ્રયાસ કરે છે તેની ટીકા કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ આ પ્રસ્તાવમાં ચીન દ્વારા સરહદી ક્ષેત્રોમાં થઈ રહેલા અતિક્રમણ સામે ભારત સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
બે અમેરિકી સાંસદ જેફ મર્કલે અને બિલ હૈટગીએ સંયુક્ત રીતે આ પ્રસ્તાવ રજૂ કર્યા છે. આ બન્ને અમેરિકાની સંસદની વિદેશ સંબંધી નીતિના પણ સભ્ય છે અને હવે તેને કાનૂનના સ્વરૂપમાં પસાર કરવાની પણ તૈયારી છે.