– સ્પાય બલુન તથા યુ.એફ.ઓ જેવી ઘટના બાદ હવાઈ તનાવ વધશે
– અમારા વિમાનો આંતરરાષ્ટ્રીય હવાઈ સીમામાં હતા: રશીયન સંરક્ષણ મંત્રાલયનો બચાવ: તનાવ ઘટાડવા મીટીંગ
- Advertisement -
સ્પાય બલુન અને અજાણ્યા અવકાશી પદાર્થ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચેનાં તનાવ અને આ બલુન સહીતનાં અજાણ્યા અવકાશી પદાર્થોને અમેરીકી-હવાઈદળ દ્વારા તોડી પાડવાની ઘટનાઓની વચ્ચે હવે અમેરીકા તથા નાટો રાષ્ટ્રોનાં લડાયક ફાઈટર જેટ તથા રશીયન લડાકુ વિમાનો વચ્ચેની ટકકર વધી ગઈ છે અને અલાસ્કા નજીક ઉડતા રશીયન હવાઈ દળના ચાર ફાઈટર પ્લેનને અમેરીકા-કેનેડાનાં હવાઈ દળના વિમાનોએ અમેરિકી હવાઈ સિમામાં આગળ વધતા અટકાવીને પરત જવા ફરજ પાડી હતી.
નોર્થ અમેરિકન એરો સ્પેસ કમાન્ડ દ્વારા આ ઓપરેશન કરાયું હતું તો નેધરલેન્ડે પણ જાહેર કર્યું હતું કે પોલેન્ડની હવાઈ સીમામાં ઉડતા ત્રણ રશીયન ફાઈટર જેટને ડચ હવાઈ દળના બે એફ 35 વિમાનોએ આંતરીને તેમને હવાઈ સીમાની બહાર ખદેડી દીધા હતા. અમેરિકા અને રશીયાનાં ફાઈટર જેટની આ ટકકરને ગંભીર ગણવામાં આવે છે.
જાસુસી બલુનની ઘટના પછી અમેરીકા પર તેના સહયોગી નાટો રાષ્ટ્રનાં હવાઈદળ વધુ એલર્ટ બની ગયા છે અને સતત હવાઈ પેટ્રોલીંગ ચાલુ રાખે છે જયારે મોડી સાંજે અલાસ્કામાં પેટ્રોલીંગ પર રહેલા અમેરીકા-કેનેડીયન નોર્થ અમેરિકા એરોસ્પેસ ડીફેન્સ કમાન્ડના રડારમાં ચાર અજાણ્યા વિમાનો જોવા મળતા જ તુર્તજ એફ-16 ને એલર્ટ કરી દેવાયા હતા અને આ ચાર રશીયન ફાઈટર વિમાનમાં અતિ આધુનિક ટીયુ-95 બોમ્બર અને એસ-યુ 35 ફાઈટર વિમાનો હોવાનું ખુલતા જ તેમને આંતરવામાં આવ્યા હતા.
- Advertisement -
અમેરીકા કેનેડાની હવાઈ સીમાથી દુર જ રહેવા તાકીદ કરવામાં આવી હતી જોકે આ સમયે રશીયન લડાકુ વિમાન આંતર રાષ્ટ્રીય હવાઈ સીમામાં હોવાનો દાવો રશીયન ડીફેન્સ વિભાગે કર્યો છે. જોકે સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારનું હવાઈ પેટ્રોલીંગ રશીયા પણ કરે છે પર તેમાં કોઈ ધમકી કે ભય ઉભો કરવાનો હેતુ નથી પણ હાલમાં જ જે સ્પેસ બલુનની ઘટના બની છે હવે આ પ્રકારની ઘટના તનાવમાં પણ પ્રવર્તી શકે છે.