ખેતીવાડીના 15 કનેક્શનો અને રહેણાક મકાનના 6 કનેક્શનોમાંથી વીજચોરી ઝડપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ વિભાગીય કચેરી હેઠળના મુળી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તામાં ખેતીવાડીના વીજ કનેક્શનોમાં વીજચોરીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જિલ્લાની પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 20 ટીમો દ્વારા ખેતીવાડીના 75 કનેક્શનો ચેક કરવામાં આવતા 15 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી જેના પગલે અંદાજિત રૂ. 9.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો સાથે રહેણાંક મકાનમાં પણ 36 કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 6 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા રૂ. 2.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- Advertisement -
આમ, હળવદ વિભાગીય કચેરી હેઠળના વિસ્તારોમાં પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવમાં 75 ખેતીવાડીના અને 36 રહેણાંક મકાનના વીજ કનેક્શનો ચેક કરવામાં આવતા 21 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા કુલ 11.65 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં મોરબી વર્તુળ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હળવદ વિભાગ કચેરી હેઠળના શહેર, ગ્રામ્ય, ચરાડવા તથા સરા પેટા વિભાગ કચેરીની હેઠળ ખેતીવાડીના વીજ કનેક્શનોમાં પાવર ચોરીનું પ્રમાણ હોય જેથી કરીને મોરબી વર્તુળ દ્વારા ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે.