ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વિદેશી દારૂની બદીને ડામી દેવા રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.એચ.સિંધવ તથા પીએસઆઇ જે.જે.ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ મળેલી બાતમીના આધારે માણાવદરનાં બાવાવાડી વિસ્તારમાં રહેતા લખમણ ઉર્ફે લખો અરજણભાઇ ઇછુડાએ પોતાના ટ્રક નં.જી.જે.09.ઝેડ.1466 ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો પોતાના સાગ્રીતો પાસેથી મંગાવેલ હોય જે ટ્રક ધોરાજીથી માણાવદર તરફ આવવાની ચોકકસ હકિકત મળતા ચુડવા રોડ ઉપરથી ટ્રકને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ 216 જેની કિંમત રૂા.96 હજાર તેમજ મોબાઇલ અને ટ્રક સહિત મુદ્દામાલની કિંમત 8.16 લાખ સાથે વિનય અરવિંદ શોભાસણા અને અજીત અરજણ હાડગરળા બંન્ને રહેવાસી માણાવદર વાળાને ઝડપી પાડવામાં આવેલ. જયારે લખમણ ઉર્ફે લખો અરજણ ઇછુડાને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચે ચક્રો ગતિમાન કર્યા છે.


