ભાઈએ જ ભાઈની હત્યા કરી હતી
ચાંચાપર નજીક માતા સાથે ખરાબ કરવાની કોશિષ કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના ચાંચાપર ગામની સીમના વોકળામાંથી શનિવારે યુવાનની લાશ મળી આવતા બાતમીદારો અને ટેક્નિકલ સોર્સને કામે લગાડી તાલુકા પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને યુવાનની ઓળખ મેળવી તપાસ કરતા આ મૃતક યુવાનની તેના જ સગા ભાઈએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે હત્યારાના મિત્ર એવા રાજેશ ઉમેશપ્રસાદ પાંડેની ફરિયાદને આધારે આરોપી આનંદ અશોક મીશ્રા (રહે. વૈભવ પોલીવીવ કારખાનામાં, થોરાળા ગામની સીમ) વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી એવા હત્યારના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક રાજન મિશ્રા બિહારનો વતની છે અને રાજેશ તેમજ આનંદ મિશ્રા સાથે કામ કરતા હોય થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં સાથે રહેતા હતા. આ અગાઉ જ્યારે આનંદને ઇજાઓ થતા રાજેશ તેની સાથે બિહાર ગયો ત્યારે આનંદના પિતાએ કહ્યું હતું કે રાજન મિશ્રા ચોરી ચપાટી કરે છે તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી.
- Advertisement -
બીજી તરફ મૃતક રાજન મિશ્રા થોરાળા કામ કરવા આવ્યા બાદ તા. 18 જાન્યુઆરીના રોજ રાજેશ, આનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં વોકળામાં ચિકન ખાવા બેઠા ત્યારે આનંદ મિશ્રાએ સગા ભાઈ એવા રાજનને સફેદ ગમચા વડે ગળેટૂંપો આપી વોકળામાં ભરેલ પાણીમાં મૃતદેહને ડુબાડી પગથી કાદવમાં દાટી દીધો હતો. હાલમાં પોલીસે હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી નાખી આરોપી આનંદ અશોક મિશ્રાની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.