શીત લહેરનાં વધતાં પ્રમાણ વચ્ચે વિધાનસભા-68નાં ધારાસભ્યનું ઉમદા કદમ
શુક્રવારે સાંજે શાળા નં.67 ખાતેથી થશે વિતરણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના સહયોગથી વિનામૂલ્યે સ્વેટર વિતરણનો કાર્યક્રમ આવતીકાલે તા. 20ને શુક્રવારના રોજ સાંજે 4 કલાકે પ્રાથમિક શાળા નં. 67, માલધારી સોસાયટી, ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ, માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 23 શાળાના કુલ 12,500 વિદ્યાર્થીઓમાં વિનામૂલ્યે સ્વેટરનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે.
ધારાસભ્ય બન્યા બાદ ઉદયભાઈ કાનગડ દ્વારા લોકો માટે અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ પહેલા પણ તેમણે બાળકોમાં સ્વેટર વિતરણ કર્યા હતા. હાલ શીતલહેરના વધતા પ્રમાણ વચ્ચે ઉદય કાનગડ દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃતિની સરાહના કરવામાં આવી રહી છે.
એક મહિના પહેલાં પણ 450થી વધુ બાળકોને સ્વેટર અર્પણ કર્યા હતા
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી લોકોના ભરપૂર પ્રેમ અને સહકારથી ચૂંટાઈ આવેલા ધરાસભ્ય ઉદય કાનગડે આજથી એક મહિના પહેલા પણ પોતાના મત વિસ્તારમાં આવેલી શાળા નં. 32 આદિત્ય પ્રાથમિક શાળા ખાતે સદગુરૂ જીવદયા ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં 450થી વધારે વિદ્યાર્થીઓને સ્વેટર અર્પણ કર્યા હતા.