ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ એસઓજી પોલીસે એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. એસઓજીના પીઆઇ એ.બી.જાડેજા તથા સ્ટાફે કોડીનાર તાલુકાનાં વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીછવી ગામના તળાવ પાસેથી ગેરકાયદેસર લાયસન્સ વગરના દેશી જામનગરી બંદુક સાથે અયુબશા મહમદશા રફાઇ રહે. પીછવા ગીરગઢડા વાળાને દેશી જામનગરી બંદુક કિ.રૂા.1000 સાથે ઝડપી લેવામાં આવેલ. તેના વિરૂઘ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગિર-સોમનાથમાં SOG પોલીસે ગેરકાયદે હથિયાર સાથે ઇસમ ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/6-26.jpg)