ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ અને ગ્રામ વિકાસ શાખા અને તાલુકા પંચાયત કચેરી તાલાલાનાં સંયુકત ઉપક્રમે તા. 17/01/2023 નાં રોજ તાલાલા તાલુકામાં ગ્રામ વિકાસની વિવિધ પ્રકારની તમામ યોજનાઓની તાલીમ અને વર્કશોપનું તાલાલા મેંગો એક્સલન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં બાગાયત અધિકારી શ્રી વિજયસિંહ બારડ, વિસ્તરણ અધિકારી આઈ.આર.ડી. શ્રી વિજયભાઈ રાઠોડ, ટીડીઓ શ્રી પરમારસાહેબ, એ.ડબલ્યુ.એમ. સંજયભાઈ રાઠોડ, હેલ્થ સુપરવાઈઝરશ્રી ડો.અજયભાઈ હડીયા, ટી.એલ.એમ. શિલ્પાબેન પટેલ, એમ જુદા જુદા તજજ્ઞો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓનો ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી લાભો પહોંચે એની માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમને અંતે પ્રશ્નોતરી કરવામાં આવી હતી જેના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન વિસ્તરણ અધિકારી ચિરાગભાઈ પુરોહિત દ્વારા તેમજ આભારવિધિ વિસ્તરણ ખેતી અધિકારી ભાવનાબેન ચાંડપા દ્વારા કરવામાં આવી હતી.
તાલાલા ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓની તાલીમ વર્કશોપનું થયું આયોજન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/4-28.jpg)