સંયુક્ત રાષ્ટ્રએ અત્યાર સુધીમાં જે 150 આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરી કર્યા છે. તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. તેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનો ચીફ અને મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ, લશ્કરના ટોચના કમાન્ડર અને 26/11ના મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર ઝકી-ઉર-રહેમાન લખવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આમાં જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અઝહર.અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સામેલ છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ સાથે જ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપમાનિત થવું પડ્યું છે. મંગળવારનો દિવસ પાકિસ્તાન માટે કાળો દિવસ રહ્યો, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાન સાથે જોડાયેલા એક, બે કે ત્રણ નહીં પરંતુ કુલ 150 આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યા. UN દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલા જે આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ, જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અઝહર અને 1993ના બોમ્બ બ્લાસ્ટનો આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સમાવેશ થાય છે.
- Advertisement -
અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં કર્યો સામેલ
આ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં સામેલ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિએ સોમવારે મક્કીને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો. આ યાદીમાં મક્કીનો સમાવેશ થતાની સાથે જ તેની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી હતી અને તેના પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
આ 150 આતંકી સંગઠનોના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા
યુએનની વૈશ્વિક આતંકવાદી સૂચિ અનુસાર, યુએનએ લગભગ 150 આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કર્યા છે જેઓ કાં તો પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે અથવા તો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોમાંથી ઓપરેટ થઈ રહ્યા છે.
આ સંગઠનો અને આતંકીઓને કર્યા બ્લેકલિસ્ટ
યુએન દ્વારા પાકિસ્તાનના જે સંગઠનો અથવા આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનો ચીફ અને મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ, લશ્કરનો ટોચનો કમાન્ડર અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી, જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક મસૂદ અઝહર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સામેલ છે.
- Advertisement -
આ આતંકવાદીઓ ક્યાંથી હુમલો કરે છે આપણે જાણીએ છીએઃ રાજેશ પરિહાર
ગયા વર્ષે ભારતે યુએનની કાઉન્ટર ટેરરિઝમ કમિટીને સંબોધિત કરતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે આતંકવાદનું કેન્દ્ર બની ચૂકેલા પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને પાલનપોષણમાં વ્યસ્ત છે. યુએનમાં ભારતના સ્થાઈ મિશનના કાઉન્સેલર રાજેશ પરિહારે જણાવ્યું હતું કે, દુનિયાએ 2008ના મુંબઈ હુમલા, 2016ના પઠાણકોટ હુમલા અને 2019ના પુલવામા આતંકી હુમલાની ભયાનકતા જોઈ છે. આપણે બધા જાણીએ છીએ કે આ આતંકવાદીઓ ક્યાંથી હુમલો કરે છે.
હુમલાખોરો ફરે છે મુક્તપણે
તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ હુમલાના પીડિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી તે ખૂબ જ ખેદજનક છે. જેમણે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું અને તેને અંજામ આપ્યો હતો તે હજુ પણ મુક્તપણે ફરે છે અને તેમને શક્ય તમામ મદદ મળી રહી છે.