અંજલિને કારમાં 12 કિમી સુધી ખેંચીને લઈ જનારા આરોપીઓ સામે કાર્યવાહી કર્યા બાદ હવે 1 જાન્યુઆરીએ ફરજ પર રહેલા દિલ્હી પોલીસના જવાનો પર મોટી કાર્યવાહી
દિલ્હીના કંઝાવાલામાં અંજલિને કારમાં 12 કિમી સુધી ખેંચીને લઈ જનારા આરોપીઓ સામે કાર્યવાહી કર્યા બાદ હવે 1 જાન્યુઆરીએ ફરજ પર રહેલા દિલ્હી પોલીસના જવાનો પર મોટી કાર્યવાહી થઈ છે. રોહિણી જિલ્લામાં પીસીઆર અને પિકેટ પર તૈનાત તમામ 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ પહેલા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. કેસની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાના આધારે પોલીસને કંઝાવાલા કેસના આરોપીઓ પર કલમ 302 એટલે કે હત્યાની કલમ લગાવીને મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
- Advertisement -
કંઝાવાલામાં કેસમાં સૂત્રોનું માનીએ તો ગૃહ મંત્રાલયના નિર્દેશ પર દિલ્હી પોલીસે આ સંબંધમાં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ ગૃહ મંત્રાલયે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એમએચએ પોલીસ પિકેટ અને પીસીઆરમાં હાજર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
Kanjhawala Death Case: On MHA's recommendation, 11 personnel suspended for negligence while on duty
Read @ANI Story | https://t.co/QnU0dqP8lT#KanjhawalaDeathCase #MHA #DelhiPolice pic.twitter.com/hkhzkjaONP
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 13, 2023
નોંધનીય છે કે, અંજલિનું 1 જાન્યુઆરીએ દિલ્હીના કંઝાવાલામાં નિધન થયું હતું. તેના મૃતદેહને દિલ્હીની ગલીઓમાં 12 કિલોમીટર સુધી ઘસેડવામાં આવ્યો હતો. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે આ બધું તે રાત્રે બન્યું જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. દિલ્હી પોલીસના કડક સુરક્ષાના દાવા વચ્ચે અંજલિનું રસ્તામાં જ મોત થયું હતું.
શું હતી સમગ્ર ઘટના?
કંઝાવાલામાં 1 જાન્યુઆરીની સવારે એક વટેમાર્ગુએ એક મૃતદેહને કારની પાછળ ઘસડતો જોયો. આ પછી તેણે લગભગ 3.24 વાગ્યે પોલીસને ફોન કર્યો. દીપક નામના યુવકે જણાવ્યું કે, તે મોડીરાત્રે લગભગ 3.15 વાગ્યે દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક કાર આવતી જોઈ. પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. આ પછી તેણે પોલીસને કારની પાછળ લટકતી લાશ અંગે જાણ કરી. દીપકે કહ્યું હતું કે, તે સવારે 5 વાગ્યા સુધી પોલીસ સાથે સંપર્કમાં હતો. પરંતુ સ્થળ પર કોઈ આવ્યું ન હતું.