કોરોના મહામારીનો કારણે અગિયાર મહીનાથી બંધ રહેલ શાળામાં ધોરણ 6 થી 8 નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની અંદાજે 32 હજાર થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોના કલબલાટથી ગુંજી ઉઠયું છે. ત્યારે ગોંડલની કુમાર શાળા નંબર – ૫ (અ) ગોંડલના વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવા સહમતી આપી રહ્યા છે અને શાળા તરફથી પણ માસ્ક, સેનિટાઈઝર , થર્મલ ગન , સ્વચ્છતા, વગેરે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.
શાળા નંબર ૫(અ) ગોંડલના આચાર્ય અશોકભાઈ શેખડા તથા શાળાનો સમગ્ર સ્ટાફ દ્વારા કોઈ પણ બાળક કોરાનાથી સંક્રમિત ન થાય તે માટે બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપી સાવચેતીના પગલાં લેવા ખાસ અનુરોધ કર્યો છે. જેમાં બાળકો અને શિક્ષકોની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. સરકારની SOP ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે ખાસ ગરીબ પરિવારના બાળકો કે જેમની પાસે ONLINE શિક્ષણના ઉપકરણો ઉપલબ્ધ નથી અને જેઓ ઘણા સમયથી શિક્ષણથી વંચિત રહ્યા છે. ત્યારે શરૂ થઈ રહેલા પ્રત્યક્ષ શિક્ષણને વાલીઓમાં હરખની લાગણી અનુભવી છે અને શિક્ષકોએ આ પગલાંને આવકાર્યું છે.