મોરબી જિલ્લાના ટંકારાના મેઘપર ઝાલામાંથી એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક આરોપીની અટકાયત કરવામાં આવી છે જ્યારે ચાર આરોપીઓના નામ ખૂલ્યા છે. એક ટ્રકમાં રો મટીરીયલની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો.
મોરબી LCB દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાંથી સિરામિકમાં વપરાતા રો મટીરીયલ નીચે છુપાવી રાખેલ અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1880 (કિં.રૂ. 5,64,000) તથા ટ્રક, મોબાઇલ ફોન નંગ 1 મળી કુલ કી.રૂ. 15,69,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
- Advertisement -
મોરબી LCB ટીમ ગઇકાલે નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મેઘપર ઝાલા ગામથી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે. બન્ને મેઘપર ઝાલા, તા.ટંકારા) તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા (રહે ખીડોઇ કચ્છ)એ પરપ્રાંતમાંથી અશોક લેલન ટ્રક નંબર RJ-21-GA-2577 માં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી ઉતારવાના છે.