આગામી તા.1ના રજૂ થનારા કેન્દ્રીય બજેટ પુર્વેની મહત્વની બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા છે તેમાં શુક્રવારે પુરો દિવસ બજેટ સંદર્ભની ઉચ્ચ સ્તરીય બેઠકોમાં વિતાવશે. 2024ની લોકસભા ચૂંટણી પુર્વેનું મોદી-ટુ સરકારને આ અંતિમ પૂર્ણ બજેટ હશે. મે-2024માં લોકસભા ચૂંટણી યોજાશે જે પુર્વે સરકાર લેખાનુદાન 2024માં રજૂ કરશે. તેથી સરકાર આ બજેટ જોગવાઈઓમાં અનેક મહત્વના નિર્ણયો પણ કરી શકે છે.
મોદી શનિવારે નીતિ આયોગના અર્થશાસ્ત્રીઓ તથા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો સાથે બેઠક યોજશે. જે સમયે મોદી દેશ તથા વિશ્વના આર્થિક સ્થિતિને ભારતને આગામી સમયમાં જે પડકારોનો સામનો કરવાનો છે તેના પર ચર્ચા કરશે.
- Advertisement -
વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર છતાં ભારતના વિકાસ દર 7%થી ઓછો રહેવાનો અંદાજ છે અને તેની ગતિ વધારવાના પ્રયાસોની ચર્ચા થશે. મોદી સાથે આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામન પણ ઉપસ્થિત રહેશે. ભારત થ્રી-ટ્રીલીયન ડોલર ઈકોનોમી હોવા છતાં જે રીતે દેશની વસતિ વધતી જાય છે તેથી આવક અને કુદરતી સ્ત્રોતમાં વિભાજન થાય છે અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યાએ કોઈ મોટો ઘટાડો થયો નથી તે સરકારની સૌથી મોટી ચિંતા છે તો આત્મનિર્ભર ભારત હેઠળ ફકત વર્તમાન નહીં નવી ટેકનોલોજી સાથે દેશમાં ઉત્પાદન વધે તે સરકારનો એજન્ડા છે.