197 કિ.ગ્રા. વાસી શાકભાજી- ફળો જપ્ત કરતું તંત્ર
રાજકોટમાં ઠેર-ઠેર પ્લાસ્ટિકના ઝબલાંનો ઉપયોગ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે મનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક કેરીબેગ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે ત્યારે આજે વેસ્ટ ઝોન કચેરીના વિસ્તારોમાં જેવા કે શાસ્ત્રીનગર માર્કેટ, પંચવટી મેઈન રોડ અતિથિચોક, સાધુ વાસવાણી રોડ, સત્યસાંઈ રોડ, બાલાજી હોલ, મવડી ચોક વિગેરે માર્ગો પર આવેલ દુકાનો, હોકર્સ ઝોન ત્યાં તપાસ હાથ ધરતાં 5.50 કિલો પ્લાસ્ટિક પ્રતિબંધીત પ્લાસ્ટિક બેગ જપ્ત કરેલ અને રૂા. 7050નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. આ કામગીરી રાજકોટ મનપાના કમિ. અરોરાના આદેશ અન્વયે નાયબ કમિશનર માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહની દેખરેખમાં આસી. પર્યાવરણ શાહ, સેનેટરી ઓફીસર વ્યાસ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
જ્યારે રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા પાંચ દિવસમાં શહેરના મુખ્ય માર્ગો પર દબાણરૂપ રેંકડી કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલુ, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવામાં આવેલ છે. જેમ કે રસ્તા પર નડતરરૂપ 19 વસ્તુઓ પુષ્કરધામ મેઈન રોડ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામે, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવેલ છે. 23 પરચુરણ ચીજવસ્તુઓ કેવડાવાડી, ભાવેશ મેડીકલની સામે, તાર ઓફીસ, જ્યુબેલી, ગુંદાવાડી પરથી જપ્ત કરવામાં આવેલ છે. 197 કિ.ગ્રા. વાસી શાકભાજી-ફળો જંકશન રોડ, જ્યુબેલી, પરાબજાર, ઢેબર રોડ વન-વે, પેલેસ રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ રૂા. 62000નો વહીવટી ચાર્જ પુષ્કરધામ, દસ્તુર માર્ગ પરથી વસૂલ કરવામાં આવ્યો હતો. રૂા. 1,07,525 મંડપ ચાર્જ જે મવડી મેઈન રોડ, નાના મૌવા રોડ, પંચાયત ચોક, સાધુ વાસવાણી રોડ, હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, સંત કબીર રોડ, હેમુ દસ્તુર માર્ગ પાસેથી વસૂલ કરવામાં આવ્યો હતો અને 48 બોર્ડ-બેનરો મક્કમ ચોકથી જપ્ત કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં 5.50 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત
