ઊના શહેર અને તાલુકામાં કુલ 9 કેસો સામે આવ્યા, કુલ 60 સેમ્પલ લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
ઊના શહેર અને તાલુકામાં હાથી પગાના રોગને નાબૂદ કરવા આરોગ્ય વિભાગ દ્વારા નાઈટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉના શહેરમાં અલગ અલગ વિસ્તારોમા આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિના સમયે લોકોના ઘરે ઘરે જઈ બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરમાં ભીમપરા, ગણેશ ખારા જેવા અલગ અલગ વિસ્તારોમા આરોગ્ય વિભાગની 6 ટીમ દ્વારા 60 વ્યક્તિઓના ઘરે જઈ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિપુલ ડુમાતર જણાવેલ હતું કે આ રોગ કોઈ રોગી વ્યક્તિ કે જેને હાથી પગાનો ચેપ હોય તેને કયુલેક્ષ નામના મચ્છર કરડે અને તે મચ્છર સામાન્ય માણસને કરડે પછી તેમાં ફેલાય છે. જે બેનડ્રોફટી નામના પેરાસાઈટ દ્વારા થાય છે. અને રાત્રિનાંજ વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે કારણકે રાત્રિના સમયેજ વ્યક્તિના શરીરમાં પરિભ્રમણમાં નીકળતા હોવાથી રાત્રિના સુઈ ગયા બાદ હાથની આંગળી માંથી બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. આ પ્રકારના મચ્છરો માણસના શરીરમાં કરડવાથી તેનાં કારણે એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ છે. અને જે વિસ્તારમાં આ કેસ હોય તેનાં 50થી 100મીટરના એરિયામાં બ્લડ સેમ્પલ લીધા હતા. જેથી કોઈ વ્યક્તિને બ્લડ ઇન્ફેક્શન આવ્યુ હોય તો આ રોગની તપાસ કરવામાં આવે છે.આ વિસ્તારનાં ઓછા હોય પરંતું કાઠા વિસ્તારોમાં હાથી પગાના વધું કેસો જોવા મળતા હોય છે. અને આમ શહેરમા આરોગ્ય વિભાગના હર્બલ હેલ્થ ઓફિસર ડો. જગદીશ પંપાણિયા તેમજ તાલુકા સુપરવાઇઝર વિપુલભાઈ સોલંકી, મેલેરીયા સુપરવાઇઝર પ્રકાશભાઈ યાદવ સહીતના ટીમે લોકોનાં બ્લડ સેમ્પલ લઈ લેબમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે.
ઊનામાં હાથી પગા રોગ ધ્યાને લઈને ઘરેઘરે જઈ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા
