ગિરનાર પર્વત પર યોજાતી અનોખી સ્પર્ધા
ગિરનાર જેટલાં પગથિયાં દેશમાં ક્યાંય નથી
આવતીકાલે રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
અડીખમ ગિરનારને સર કરવા આવતીકાલે રાજ્ય કક્ષાની 37મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે ઠંડીના સુસવાટા પવન સાથે વેહલી સવારે 7 ટકોરે સ્પર્ધાનો પ્રારંભ થશે પ્રથમ સિનિયર અને જુનિયર ભાઈઓ અંબાજી મંદિર સુધી 5,500 પગથિયાં સર કરી પરત આવવા દોટ મુકશે ત્યાર બાદ સિનિયર અને જુનિયર બેહનોની સ્પર્ધા માળીપરબના 2200 પગથિયાં સર કરવા દોટ મુકશે. આ સ્પર્ધામાં 20 જિલ્લામાંથી સિનિયર અને જુનિયર 1045 ભાઈઓ ભાગ લેશે અને સિનિયર જુનિયર 426 બેહનો ભાગ લેશે આમ કુલ 1471 સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને ગિરનારને આંબવા દોટ મુકશે આ સ્પર્ધા અન્ય સ્પર્ધા કરતા કઠિન અને સાહસિક માનવામાં આવે છે જેનું કારણ જે ભાવિકો ત્રણ ચાર કલાક નો સમય લઈને ગિરનાર ચડે છે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો એક કલાક કરતા ઓછા સમયમાં અંબાજી મંદિરના 5,500 પગથિયાં ચડીને પરત ગિરનાર તળેટી પોહચી જાય છે અને વિજેતા બને છે અને બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથીયા સુધીની સ્પર્ધા યોજાઇ છે. આ સ્પર્ધા દેશના અન્ય રાજ્યોમાં થવી અશક્ય છે તેનું કારણ એવું છે કે દેશમાં માત્ર ગિરનાર એક એવો પર્વત છે કે પહાડીની કોતર વચ્ચે 9999 પગથિયાં આવેલા છે અન્ય રાજ્યોમાં પહાડો છે.
- Advertisement -
પગથિયાં પણ છે પણ આટલી ઊંચાઈ સુધી આટલા પગથિયાં ક્યાંય જોવા મળતા નથી રાજ્ય કક્ષાની સ્પર્ધા જૂનાગઢ સિવાય ધોરાજીના પાટણવાવના પ્રાચીન ઓસમ ડુંગર અને ચોટીલાના ડુંગર પર યોજાય છે. ગિરનાર સ્પર્ધાના દિવસે ભાવિકો માટે ગિરનાર યાત્રા પર 24 કલાક એટલે રાત્રે 12 થી સ્પર્ધા 12 વાગે પુરી થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવેછે અને સ્પર્ધા શરુ થાય અને પુરી થાય ત્યાં સુધી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેછે તેની સાથે વન વિભાગના અધિકારી અને કર્મી પણ ગિરનાર સીડી પર વન્ય પ્રાણી ની કનડગત ના થાય તેની કાળજી લેવામાં આવે છે. આ સ્પર્ધા રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેછે તેની સાથે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેમાં સ્પર્ધકોને અપાતા ટીશર્ટમાં ચેસ્ટ નંબરની સાથે ચિપ લગાડવામાં આવેછે જેના લીધે સ્પર્ધકોનો ટાઈમિંગ સેટ થાય છે અને કયો સ્પર્ધક કેટલી મિનિટ અને કેટલી સેન્કડ માં પરત ફરેછે તેના પરથી તેને પ્રથમ, દ્ધીતીય અને તૃત્ય નંબર આપીને વિજેતા ઘોસિત કરવામાં આવે છે.
સર્ટિ.નો લાભ કેટલો?
જૂનાગઢ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા રાજય અને નેશનલ કક્ષાની યોજાઇ છે. જેમાં રાજયભરમાંથી અને દેશભરના અન્ય રાજયમાંથી હજારોની સંખ્યામાં ભાગ લેવા વિદ્યાર્થી ભાઇ-બહેનો આવે છે અને સરકાર તરફથી તેમને સર્ટીફીકેટ, ટ્રોફી સહિત રોકડ પુરષ્કાર આપવામાં આવે છે. પણ સ્પર્ધકોને મળતુ સર્ટીફીકેટ કોઇ પણ સરકારી નોકરીમાં વેલ્યુ નથી. ત્યારે સ્પર્ધકોની માંગ છે કે, સ્પર્ધામાં આપવામાં આવતુ સર્ટીફીકેટ સરકારી નોકરીમાં ઉપયોગ થાય તેવું આયોજન કરવુ જોઇએ.
સામાજીક સંસ્થાનું યોગદાન
ગિરનાર સ્પર્ધામાં પ્રતિવર્ષ હજારોની સંખ્યામાં સ્પર્ધકો આવતા હોય છે તેને મદદરૂપ થવા વર્ષોથી સર્વોદય બ્લડ બેંકનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સહિતની ટીમ ગિરનાર સીડી પર અને અંબાજી મંદિર સુધી સેવા આપે છે જેમાં મેડીકલ ટ્રીટમેન્ટ સાથે ટીમ તૈયાર હોય છે. અને કોઇપણ સ્પર્ધકોને નાની-મોટી ઇજા થાય અથવા અન્ય મેડીકલની જરૂરીયાત ઉભી થાય તો તૂરંત સ્પર્ધકને આપવામાં આવે છે.