મૂળ ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના મંડોર ગામના 22 વર્ષિય નવયુવાન યુવરાજસિંહ ધીરુભાઈ ડોડિયા પોરબંદર ખાતે તાલીમ મેળવી સૌરાષ્ટ્ર ટીમમાં બોલર તરીકે રણજી ટ્રોફીમાં સિલેક્ટ થયા. હાલ તેઓ જયસ્વાલ, પૃથ્વી શો, અંજીકયે રહાણે જેવા ખ્યાતનામ ખેલાડી સામે સારું પ્રદર્શન કરી રહ્યા છે.તેણે પોતાના ડેબ્યુંમા સૂર્યકુમાર યાદવ જેવા જાંબાજ ખેલાડી સહિતની 8 વિકેટ ઝડપી પંથકનું નામ રોશન કર્યું. યુવરાજ સિંહ ડોડીયા વિજય મરચન્ટ અંડર 16,બિહાર અંડર 19,આ ઉપરાંત 2022 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમા બરોડાની ટીમ સામે 8 વિકેટ ઝડપી સિલેક્ટરનું ધ્યાન ખેચ્યું હતું.
મંડોર ગામનાં યુવરાજસિંહ ડોડિયાનું રણજીમાં ડેબ્યુ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/2-52.jpg)
Follow US
Find US on Social Medias