રાજકોટમાં પત્નીને મારી નાંખવાની ધમકી આપી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની જાણીતી હોટેલ સન્ની પાજી દા ધાબાના માલિક અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરુધ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પતિ સન્નીપાજી નશાની હાલતમાં માર મારી રિવોલ્વર તેમજ તલવાર વડે મારી નાખવાની તેમની પત્નીને ધમકી આપતા હોવાની ફરિયાદ મહિલા પોલીસે નોંધાતા પોલીસે સન્નીપાજી અને તેના પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેનાં માતા-પિતા તથા દીકરા સાથે છેલ્લાં બે વર્ષથી મારા માવતરના ઘરે રહું છું. તે 2014માં રાજકોટ ડાન્સ ક્લાસમાં ડાન્સ શીખવા જતી ત્યારે તે અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન સાથે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ થતાં એકબીજાની સહમતીથી પરિવારજનોની હાજરીમાં ગુરુદ્વારા ખાતે તા. 22.01.2017ના રોજ શીખ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવનથી સંતાનમાં બે દીકરા છે. જેમાં મોટો દીકરો રાજવીરસિંઘ જેની ઉંમર સાડા ચાર વર્ષ છે અને નાનો દીકરો યુવરાજ જેની ઉંમર 3 વર્ષ છે. જે બંન્ને બાળકો હાલ તેની પાસે છે.
ફરિયાદમાં પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નબાદ તેનો પતિ, સસરા તથા દાદાજી સસરા સાથે સંયુકત પરિવારમાં રાજકોટ રહેતાં હતાં. લગ્ન બાદ બે માસ મારું લગ્નજીવન સારું ચાલ્યું હતું.
પરંતુ ત્યારબાદ અવારનવાર તેનો પતિ તેને નશો કરી મારકૂટ કરતો અને તેના સસરા પણ પુત્રને સપોર્ટ કરતા અને મારા સસરા દારૂ પીને અપશબ્દો બોલતા અને તે અવારનવાર આવું ગેરવર્તન કરતા રહેતા હતા. પરંતુ પોતાનાં બંન્ને બાળકોના ભવિષ્યને વિચારીને તે સહન કરતી હતી. તેને એમ હતું કે ભવિષ્યમા આ તેનાં બાળકો મોટા થતાં પતિ સુધરી જશે પરંતુ તેનો વિશ્વાસ ખોટા સાબિત થયેલો અને તેનો પતિ સુધર્યો ન હતો.