પોલીસ કોન્સ્ટેબલ એભલભાઈ બરાલીયાને મળેલી હકીકતના આધારે પેટ્રોલિંગ કરતા આરોપી ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈના એલ.ટી.રોડ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ઙજઈં એ.એસ.ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ એભલભાઈ બરાલીયાને મળેલી હકીકતના આધારે પેટ્રોલિંગમાં હતા ત્યારે મુંબઈ એલ.ટી.રોડ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી કૌશિક રાણપરાને દબોચી મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે આરોપી કૌશિક રાણપરા પર 6 અલગ અલગ ગુના નોંધાઈ ચુક્યા છે.