વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો આવ્યો છે. આ અંગે યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટીન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો આવ્યો છે. સવારમાં તબિયત નાદુરસ્ત થતાં તેઓને અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલે હેલ્થ બુલેટીન બહાર પાડ્યું છે કે તેઓની તબિયતમાં સુધારો થયો છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચી ગયા છે. તો અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે હાજર છે. હીરાબાની તબિયતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ પહોંચી શકે છે.
- Advertisement -
Heeraben Modi, mother of Prime Minister Narendra Modi is admitted at UN Mehta Institute of Cardiology & Research Centre in Ahemdabad and her health condition is stable, says the hospital pic.twitter.com/D6N4PF2FGC
— ANI (@ANI) December 28, 2022
- Advertisement -
PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો: મેડિકલ બુલેટીન
યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. હીરાબાને સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગઇકાલે PM મોદીના ભાઇની કારને અકસ્માત નડ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



