જૂનાગઢ ગિર-સોમનાથ જિલ્લો ગિર જંગલની બોર્ડર સાથે જોડાયેલ હોય ત્યારે અનેકવાર જંગલના વન્યપ્રાણીઓ માનવ વસાહત આવી ચઢે છે અને માનવ હુમલાની ઘટનાઓ તાજેતરમાં જોવા મળી હતી. જેમાં જૂનાગઢનાં વંથલી તાલુકાનાં સોનારડી ગામ નજીક મન્નત નામની સાત વર્ષીય બાળકીને દિપડાએ શિકાર બનાવી હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. જયારે અન્ય એક ઘટના કોડીનાર તાલુકાનાં ઘાટવડ ગામની મહિલાને દિપડાએ શિકાર બનાવી હતી. જેમાં ઘાટવડ ગામની અંતુબા ગંભીરસિંહ ઝાલા નામની મહિલાનું મોત નિપજયુ હતું. માનવભક્ષી બનેલા દિપડાને પાંજરે પુરવા લોકોમાંથી માંગ ઉઠતા વન વિભાગ સફાળુ જાગ્યુ હતુ. બંન્ને ઘટનાને ગંભીરતાથી ઘ્યાને લઇને જૂનાગઢ અને સાસણની ખાસ ટ્રેકર ટીમ દ્વારા સોનારડી વિસ્તારમાં પાંજરા ગોઠવીને બાળકી ઉપર હુમલો કરનાર દિપડીને પાંજરે પુરવામાં આવી હતી. જયારે કોડીનાર ઘટવડ ગામે મહિલા પર હુમલો કરનાર દિપડાને છ દિવસ બાદ પાંજરે પુરવામાં સફળતા મળી હતી.
Follow US
Find US on Social Medias