-છેલ્લા 24 કલાકમાં 71 ચીની ફાઈટર જેટ અને 7 જહાજોએ આ દેશની મધ્ય રેખાને પાર કરી
ભારતનો પાડોશી દેશ ચીન પોતાની હરકતોથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. ભારત બાદ હવે તેણે તાઈવાનની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 71 ચીની ફાઈટર જેટ અને 7 જહાજોએ તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખાને પાર કરી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, ચીન અમારી સરહદ પર સૈન્ય ગતિવિધિઓ ચાલુ રાખી રહ્યું છે.
- Advertisement -
ચીને રવિવારે તાઈવાનની એરસ્પેસની આસપાસ ‘સ્ટ્રાઈક ડ્રિલ’ હાથ ધરી હતી. ચીનનું કહેવું છે કે, તે તાઈવાન અને યુએસને ચેતવણી આપવા માટે રાખવામાં આવ્યું હતું અને તે તેમની ઉશ્કેરણીનો જવાબ છે. એક સંક્ષિપ્ત નિવેદનમાં ચીની સૈન્યના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે જણાવ્યું હતું કે, તેણે તાઇવાનની આસપાસ સંયુક્ત લાઇવ-ફાયર સ્ટ્રાઇક કવાયત હાથ ધરી હતી.
શું કહ્યું તાઇવાને ?
તાઈવાને કહ્યું કે, આ કવાયત દર્શાવે છે કે બેઈજિંગ પ્રાદેશિક શાંતિને નષ્ટ કરવા માટે કામ કરી રહ્યું છે અને તાઈવાનના લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીને સંવેદનશીલ તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, તાઇવાન નજીક સાત ચીની નૌકાદળના જહાજો પણ મળી આવ્યા છે.
- Advertisement -
આ સાથે તાઈવાને કહ્યું કે, ચીને તેના ઘણા વિમાનો અમારા ક્ષેત્રમાં મોકલ્યા, પરંતુ અમારી મિસાઈલ સિસ્ટમ તેમની ઉડાન પર નજર રાખી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ચીને તાજેતરના વર્ષોમાં આપણા દેશ પર કબજો કરવા દબાણ કર્યું છે. તાઈવાનની સરકાર કહે છે કે, તે શાંતિ ઈચ્છે છે, પરંતુ જો ચીન હુમલો કરશે તો તે પોતાનો બચાવ કરશે.



