જુનાગઢ બાયપાસ રોડ પર ટ્રક પલ્ટી ગયા બાદ કાર સાથે અથડાયો હતો. જેમાં કારનો બુકડો થઇ ગયો હતો. ફાયર વિભાગના સ્ટાફે પતરા તોડી ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કાઢવો પડયો હતો. એક ટોરસ ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ગયો હતો. જેમાં કારના આગળના ભાગનો બુકડો થઇ ગયો હતો અને કાર ચાલક ફસાઇ જતા જૂનાગઢ ફાટર બ્રિગેડના સ્ટાફે પતરા તોડી કારચાલક ભરતભાઇ ચીનુભાઇ ચાંદેલાને બહાર કાઢી સારવારમાં ખસેડાયા હતા. આ અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
જૂનાગઢ બાયપાસ રોડ પર ટ્રક અથડાતાં કારનો બુકડો
Follow US
Find US on Social Medias